વરસાદ બાદ આ ફળોનું સેવન બંધ કરવું હિતાવહ
વરસાદ બાદ આ ફળોનું સેવન બંધ કરવું હિતાવહ
દરેક સિઝનમાં કેરી ખાવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. કેરી ઉનાળાની સિઝનનું ફળ છે અને તેને આ સિઝનમાં જ ખાવી જોઈએ. ખાસ કરીને કેરી વરસાદ પડે પછી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. કેરી ચોમાસા દરમિયાન ખાવાથી તબિયત ખરાબ પણ થઈ શકે છે. ચોમાસુ એક એવી સિઝન છે જેમાં ફળ અને શાકભાજી ઝડપથી સડી જાય છે. સાથે જ આ ઋતુમાં ડાયટનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે પાચન નબળું પડી જાય છે. તેથી કોઈપણ વસ્તુ સમજી-વિચારીને ખાવી જોઈએ. વરસાદી વાતાવરણમાં કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા ફળ અને કેટલાક શાકભાજીમાં જીવજંતુ અને બેક્ટેરિયા ઝડપથી વધે છે.
કેરી વરસાદ શરૂ થાય છે ત્યારે પણ કેરી બજારમાં મળતી હોય છે. તમે કેરી ખાવાની શરૂઆત જ કરી હોય તો પણ વરસાદ શરૂ થાય એટલે કેરી ખાવાનું બંધ કરી દેવું જોઈએ. વરસાદના કારણે કેરી ખરાબ થવા લાગે છે. તેમાં ફંગસ અને બેક્ટેરિયાનું જોખમ વધે છે. તેથી કેરી ખાવાનું ચોમાસામાં બંધ કરી દેવું.
તરબૂચ તરબૂચ પાણીવાળુ ફળ છે અને ઉનાળામાં તરબૂત ખાવાથી ફાયદો પણ થાય છે પરંતુ તેનાથી વિરુદ્ધ જો તમે ચોમાસામાં તરબૂચ ખાવ છો તો તેનાથી પેટમાં ઈન્ફેક્શન પણ થઈ શકે છે.
શક્કરટેટી ચોમાસામાં પણ શરીરમાં પાણીની
માત્રા જળવાઈ રહે તે જરૂરી હોય છે. શરીરને હાઈડ્રેટ રાખવા માટે શક્કરટેટી જેવા પાણીવાળા ફળ ખાવાથી બચવું જોઈએ. કારણ કે આ ફળ ઝડપથી ખરાબ થઈ જાય છે અને તેને ખાવાથી બીમારી પણ વધી શકે છે.
લીલા પાનવાળા શાકભાજી । ચોમાસામાં લીલા પાનવાળા શાકભાજી પણ ન ખાવા. આવા પાનવાળા શાકમાં કીડા ઝડપથી છે. આવા શાક ખાવા પણ હોય તો તેની સફાઈનું ખાસ ધ્યાન રાખવું નહીં તો તેનાથી પાચનતંત્ર ખરાબ થાય છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો :7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.