અમરનાથ ગુફા પર થશે હવાઈ સર્વેક્ષણ, LGની બેઠકમાં લેવાયો નિર્ણય
- અમરનાથ યાત્રા દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છેશ્રીનગર, તા. 10 જુલાઈ 2022, રવિવારઅમરનાથ ગુફા પાસે શુક્રવારે સાંજે થયેલી દુર્ઘટના બાદ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે રાહત અને બચાવ કામગીરીને લઈને ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ દરમિયાન અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. ઉપરાજ્યપાલે ગુફાની ઉપરની બાજુએ હવાઈ સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો છે જેથી જોઈ શકાય કે, કોઈ એવું તળાવ વગેરે તો નથી ને જે જોખમી બની શકે છે. આ ઉપરાંત ફ્લેશ ફ્લડના સંભવિત માર્ગમાં આવતા ટેન્ટોને પણ ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. વાદળ ફાટવાની ઘટના બાદ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. ખડકો કાપવા માટે મશીનોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.અમરનાથ યાત્રા દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. લગભગ 40 લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટનામાં લગભગ 65 લોકોની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. સેના, BSF, ITBP, NDRF ઉપરાંત વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓએ રાહત અને બચાવ કામગીરી હાથ ધરી છે. શ્રીનગરમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાની અધ્યક્ષતામાં સ્થિતિની સમીક્ષા કરવા અને બચાવ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં આર્મી, પોલીસ, એરફોર્સ અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન 15મી કોરના GOC લેફ્ટનન્ટ જનરલ એસ.એસ. ઔજલા અને પોલીસ મહાનિર્દેશક દિલબાગ સિંહે ઉપરાજ્યપાલને પવિત્ર ગુફાની નજીક ચાલી રહેલા બચાવ અભિયાન વિશે માહિતી આપી હતી. DGP દિલબાગ સિંહે જણાવ્યું કે, મોટાભાગના ઘાયલોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. આ બેઠકમાં લેવામાં આવેલા મહત્વના નિર્ણયો:- કાટમાળ હટાવવાની કામગીરી ઝડપી કરવી જોઈએ. ખડકો કાપવા માટે આર્મી રોક કટરનો ઉપયોગ કરવો જોઈએ.- વાદળ ફાટવાના કારણે અચાનક પૂરથી નાશ પામેલા રસ્તાનું પુનઃનિર્માણ કરવું જોઈએ. પાણીનો વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવા માટે કામ કરવું જોઈએ.- અમરનાથ ગુફાની ઉપરની બાજુએ હવાઈ સર્વેક્ષણ કરવું જોઈએ જેથી વરસાદને કારણે બનેલા જળાશય, તળાવ વગેરે ત્યાં મળી શકે. આ સર્વે કાલીમાતા પોઈન્ટ ઉપર પણ કરવામાં આવશે.- અકસ્માતનો ભોગ બનેલા લોકોને શોધવાની કામગીરી ઝડપી કરવી જોઈએ. અત્યાર સુધીમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમની ઓળખની ખાતરી કરીને આગળની કાર્યવાહી કરવી જોઈએ.- સંભવિત પૂરના માર્ગમાં આવતા ટેન્ટો શિફ્ટ કરવામાં આવે જેથી કરીને જો પાણી અચાનક ફરી આવે તો તેમને નુકસાન ન થાય.સ્થિતિને ધ્યાનમાં રાખી અમરનાથ યાત્રાને હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિવારે યાત્રા નહીં થશે. સોમવારે યાત્રા શરૂ કરવા પર વિચાર માટે ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવશે. તેમાં સ્થિતિને ધ્યાનમાં રાખી નિર્ણય લેવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.