એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી:તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર, લેન્ડિંગ સમયે સૂચના મળી , તમામ મુસાફરો સુરક્ષિત - At This Time

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બોમ્બની ધમકી:તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર, લેન્ડિંગ સમયે સૂચના મળી , તમામ મુસાફરો સુરક્ષિત


મુંબઈથી તિરુવનંતપુરમ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ 657માં બોમ્બની ધમકી મળી છે. પ્લેન તિરુવનંતપુરમ પહોંચ્યું હતું. ત્યારબાદ પાયલોટે બોમ્બ વિશે જાણકારી આપી. ફ્લાઈટમાં 135 મુસાફરો સવાર હતા. તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ફ્લાઈટને આઈસોલેશન વેમાં લઈ જવામાં આવી હતી. તપાસ ચાલુ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ બાદ તમામ મુસાફરો સુરક્ષિત છે અને તેમના સામાનની તપાસ કરવામાં આવી રહી છે. ઓથોરિટી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે હાલમાં ચિંતાની કોઈ વાત સામે આવી નથી. છેલ્લા 3 મહિનામાં ફ્લાઈટમાં બોમ્બની ધમકીનો આ છઠ્ઠો કેસ છે. અગાઉ જૂનમાં ત્રણ ફ્લાઈટ અને મે મહિનામાં બે ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી. 3 મહિનામાં ફ્લાઇટમાં ધમકીના 5 કેસ... જૂનમાં ફ્લાઈટ્સમાં બોમ્બની ધમકી સંબંધિત ત્રણ કેસ 3 જૂન: અકાસા એરની દિલ્હી-મુંબઈ ફ્લાઈટ અને ઈન્ડિગોની ચેન્નાઈ-કોલકાતા ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણ થઈ હતી. આકાસા એરની ફ્લાઈટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી. ફ્લાઇટમાં એક બાળક અને 6 ક્રૂ મેમ્બર સહિત 186 મુસાફરો સવાર હતા. દિલ્હીથી મુંબઈ ઉડાન ભર્યા બાદ ફ્લાઈટમાં સુરક્ષાનું એલર્ટ મળ્યું હતું. આ પછી સવારે 10:13 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયું હતું. 2 જૂન: પેરિસથી મુંબઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઇટમાં 306 લોકોને બોમ્બ હોવાની ધમકી મળી હતી. આ પછી મુંબઈ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. 2 જૂને સવારે 10.19 વાગ્યે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. 1 જૂન: ચેન્નાઈથી મુંબઈ જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E-5314માં બોમ્બ હોવાની અફવા ફેલાઈ હતી. આ પછી મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને ફ્લાઈટને લેન્ડ કરવામાં આવી હતી. તેમાં 172 મુસાફરો હતા. જોકે, ફ્લાઈટમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. આ ફ્લાઈટ 1 જૂનના રોજ સવારે 6.50 વાગ્યે ચેન્નાઈથી રવાના થઈ હતી. મુંબઈ જતી વખતે તેમાંથી એક બાનવારસી રિમોટ મળી આવ્યું હતું. આ પછી પાયલટે મુંબઈ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી અને ઈમરજન્સી લેન્ડિંગની પરવાનગી માંગી. ફ્લાઇટ સવારે 8.45 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. મે મહિનામાં ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકી સંબંધિત બે કેસ 1. દિલ્હી-વારાણસી ફ્લાઈટમાં બોમ્બની ધમકી, ઈમરજન્સી ગેટમાંથી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા 28 મેના રોજ દિલ્હીથી વારાણસી જઈ રહેલી ફ્લાઈટ 6E-2211માં બોમ્બ હોવાની ધમકી મળી હતી. ફ્લાઈટમાં બે બાળકો સહિત 176 લોકો સવાર હતા. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરોને ઈમરજન્સી ગેટ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં મુસાફરો અને ફ્લાઈટ ક્રૂ તેમના સામાન સાથે સ્લાઈડમાંથી બહાર આવતા જોવા મળ્યા હતા. આ ઘટના બાદ ઈન્ડિગોએ SOPનું પાલન ન કરવા બદલ બે પાઈલટ અને કેબિન ક્રૂ મેમ્બરને કાઢી મુક્યા હતા. નિયમો અનુસાર, ઈમરજન્સી દરમિયાન લોકોને 90 સેકન્ડની અંદર ફ્લાઈટમાંથી બહાર કાઢવા જોઈએ. તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ફ્લાઇટમાં તમામ સામાન છોડી દેવાનો નિયમ છે. મુસાફરો પણ સામાન લઈ જઈ શકતા નથી. 2. વિસ્તારાની દિલ્હી-શ્રીનગર ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી હતી
દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટ UK 611માં શુક્રવારે (31 મે) બપોરે બોમ્બ હોવાના સમાચાર મળ્યા હતા. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) શ્રીનગરને ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ મળ્યો હતો. આ પછી શ્રીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારીઓ અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. લેન્ડિંગ બાદ ફ્લાઈટને તરત જ આઈસોલેશન વે તરફ વાળવામાં આવી હતી. વિમાનમાં સવાર 177 મુસાફરોને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. થોડા સમય માટે એરપોર્ટ પરની કામગીરી પણ બંધ કરી દેવામાં આવી હતી. જો કે, આ ધમકી અફવા હોવાનું સામે આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.