જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દ્વારા સેલોત દિવ્યેશકુમાર ને અભિનંદન પાઠવ્યા
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી દ્વારા સેલોત દિવ્યેશકુમાર ને અભિનંદન પાઠવ્યા
સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ન્યુ પાર્થ એકલવ્ય - નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય - એકલવ્ય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ, અપંગ અને અતિગરિબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ એકલવ્ય - નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ. મકવાણા દ્વારા ગામ ચમારિયાના રહીશ સેલોત કિરણભાઈ અને નિકિતાબેનના પુત્ર સેલોત દિવ્યેશકુમાર કિરણભાઈ એકલવ્ય મોડેલ રેસી. સ્કૂલ શામળાજી -2 માં ધોરણ 10 માં 87.17પરસાઇન્ટલ સાથે ઉતીર્ણ થતાં સમાજ , ગામનું, માતાપિતાનું અને શાળાનું ગૌરવ વધાર્યું છે ત્યારે ન્યુ પાર્થ એજ્યુકેશન ગ્રુપ સંજેલી દ્વારા સંગાડા અશ્વિનભાઈ, રાજુભાઈ મકવાણા એ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ઉતરોતર પ્રગતિ કરતા રહો એવા શુભ આશિષ આપવામાં આવ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.