બોટાદ ખાતે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારીતામાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો - At This Time

બોટાદ ખાતે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારીતામાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ યોજાયો


(અજય ચૌહાણ દ્વારા)
બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન થયું. કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો એ ઉપસ્થિત રહી વિનામૂલ્યે લાભ લીધો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન નેતૃત્વ હેઠળ આપણાં રાજ્યે તમામ ક્ષેત્રોમાં વિકાસના નૂતન આયામો સર કર્યા છે. તમામ નાગરિકોની દરકાર કરતા સરકારશ્રીના અનેક યોજનાઓ સુઅમલી છે. દિવ્યાંગજનોની પડખે સરકાર પરિવારના મોભીની જેમ સતત ખડેપગે છે. બોટાદ જિલ્લા વહીવટીતંત્ર, ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ-ઉજ્જૈન(એલીમ્કો)ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનો માટે શારીરિક પડકારીતામાં મદદરૂપ બનતા સાધનો નિ:શૂલ્ક મેળવવા માટેનો એસેસ્મેન્ટ કેમ્પ બોટાદમાં પાંચપડા વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો એઉપસ્થિત રહી વિનામૂલ્યે લાભ લીધો હતો.એસેસ્મેન્ટ દરમિયાન એલિમકોના નિષ્ણાત તજજ્ઞોના અભિપ્રાય મુજબ લાયક ઠરેલા લાભાર્થીઓને તેમની દિવ્યાંગતા અનુરૂપ નિયત કરેલ સાધનો આગામી સમયમાં નિ:શુલ્ક આપવામાં આવશે. આ અંગે વધારે માહિતી આપતા ઈનચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી વસંતબેન બગડાએ જણાવ્યું હતું કે, “એલીમ્કો, જિલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સંયુક્ત સંકલનથી દિવ્યાંગો માટે એસેસ્મેન્ટ કેમ્પનું આયોજન બોટાદ ખાતે કરવામાં આવ્યું હતું. આ માટે નિષ્ણાતોની ટીમ એલીમ્કો-ઉજ્જૈન ખાતેથી આવી છે. દિવ્યાંગજનોના એસેસ્મેન્ટના આધારે આગામી સમયે તેમને સાધન સહાયની ફાળવણી કરવામાં આવશે.”આ તકે બોટાદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સુભાષભાઈ ડવ સહિતના અધિકારીઓ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના કર્મયોગીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.