રાજકોટ આર.ટી.ઓ. તંત્રએ ડ્રાઈવિંગ સ્કૂલોની ‘ફિટનેસ’ વિના દોડતી 8 કાર ડિટેઈન કરી લીધી - At This Time

રાજકોટ આર.ટી.ઓ. તંત્રએ ડ્રાઈવિંગ સ્કૂલોની ‘ફિટનેસ’ વિના દોડતી 8 કાર ડિટેઈન કરી લીધી


રાજકોટ જિલ્લા આરટીઓ તંત્ર દ્વારા ચાલુ સપ્તાહની શરૂઆતથી રાજકોટ શહેર, જિલ્લામાં આવેલી 70 જેટલી ડ્રાઈવિંગ સ્કૂલોમાં સરકારી નિયમો અને ધારા-ધોરણનાં પાલન અંગે સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
ત્યારે, ગઈકાલે આરટીઓ વિભાગની જુદી જુદી ટીમોએ રાજકોટની પાંજ જેટલી ડ્રાઈવિંગ સ્કૂલોમાં ચેકીંગ કયુર્ં હતું. અને ચેકીંગ દરમ્યાન અનફીટ વાહનો હોવાનું બહાર આવતા ડ્રાઈવિંગ સ્કૂલોની 8 કાર ડિટેઈન કરી અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
આ અંગે જિલ્લા આરટીઓ અધિકારી કેતનસિંહ ખપેડનાં જણાવ્યા મુજબ રાજકોટમાં આવેલ જશ્મીન, પ્રિન્સ, મારૂતિ, ગૌરાંગ અને લક્ષ્મી ડ્રાઈવિંગ સ્કૂલમાં ચેકીંગ દરમ્યાન 8 વાહનોનાં ફીટનેસ સર્ટીફિકેટ ન હતા અને ફીટનેસ સર્ટીફિકેટ વિના જ આ કાર ઉપયોગમાં લેવાતી હતી. આથી, નિયમનાં ભંગ બદલ જિલ્લા આરટીઓ તંત્રએ 8 કાર ડિટેઈન કરી અને કુલ રૂા.40 હજારનાં દંડની વસુલાત કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.