સુરેન્દ્રનગર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પીંગ સ્ટેશન પર મોકડ્રીલ યોજાઈ. - At This Time

સુરેન્દ્રનગર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પીંગ સ્ટેશન પર મોકડ્રીલ યોજાઈ.


સુરેન્દ્રનગર જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન, કલેકટર કચેરી અને ડિસ્ટ્રીકટ ક્રાઈસીસ ગ્રુપ, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે IOCL પમ્પીંગ સ્ટેશન પર ઓઇલ લીકેજ સમયે ઈમરજન્સીમાં રાહતકાર્યની સફળતાપૂર્વક મોકડ્રીલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ, પોલીસ વિભાગ, નગરપાલીકા ફાયર શાખા, ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ, આરોગ્ય વિભાગ, ૧૦૮ ઇમરજન્સી સેવા, જીલ્લા ક્રાઇસીસ ગ્રુપ સહિતના તમામ સભ્યો હાજર રહી SOP મુજબની કામગીરી કરવામાં આવી હતી આ મોકડ્રીલમાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમ દ્વારા જરૂરી સુચનો આપવામાં આવ્યા હતાં આ ઊપરાંત મોકડ્રીલને વધુ સફળ બનાવવા ડી-બ્રીફ મીટીંગ કરવામાં આવી હતી ભવિષ્યમાં જો કોઇ આવી આપત્તિ આવે ત્યારે વિવિધ વિભાગોની શું ફરજ હોઈ છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી સરકારની માર્ગદર્શિકા મુજબ કામ કરવા અનુરોધ કર્યો હતો અંતે આ મોકડ્રીલ પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.