સુરત સિટીમાં ૧૦ લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવાનો લક્ષ્યાં
તિરંગો ફરકાવનાર દરેક નાગરિક રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવે તેવી અપીલ, તિરંગો મ્યુનિ.ને પરત પણ આપી શકાશે(પ્રતિનિધિ દ્વારા) સુરતમાં હર ઘર તિરંગા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ૪ ઓગસ્ટના રોજ સુરત સુરત, મંગળવાર આવશે અને પદયાત્રા કરશે. હર ઘર તિરંગા ને લોન્ચ કરવા સાથે સાથે સુરતમાં દસ ૧ લાખથી વધુ તિરંગા નું વિતરણ થાય તે માટે પાલિકા તંત્ર આયોજન કરી રહી છે. સુરત પાલિકાએ લોકોને અપીલ કરતાં એવો વિકલ્પ આપ્યો છે. લોકો તિરંગાનુંસન્માન ન જાળવી શકતા હોય તેવા લોકો સુરત પાલિકાને તિરંગો પરત આપી શકે છે. પાલિકા કમિશનર હાલ વિદેશ હોવાથી તેમનો ચાર્જ સંભાળતા કલેક્ટર આયુષ ઓક ની અધ્યક્ષતામાં પાલિકા કચેરીએ હર ઘર તિરંગા કાર્યક્રમ અંગે મીટીંગ યોજાઈ હતી. જેમાં તમામ અધિકારીઓ, એન.જી.ઓ, વિવિધ સંસ્થાના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. શહેરમાં મહત્તમ ॥ સ્થળોએ તિરંગા દેખાય અને વડાપ્રધાનના હર ઘર તિરંગા કાર્યક્રમમાં સુરત વિશ્વફલક પર । છવાય તે માટે ખાસ આયોજન પણ કરવામાં આવશે અને શહેરમાં ૧૦ લાખથી વધુ તિરંગા નું વિતરણ થાય તેવા આયોજન થઈ રહ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.