સુરેન્દ્રનગર નગરપાલિકાનાં પ્રમુખ-ઉપપ્રમુખની સામાન્ય ચૂંટણી માટે 12 સપ્ટેમ્બરે નગરપાલિકા કચેરી ખાતે ખાસ સામાન્ય બેઠકનુ આયોજન
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની આગામી અઢી વર્ષની બીજી ટર્મ માટે સામાન્ય ચૂંટણી યોજવા 12 સપ્ટેમ્બરનાં રોજ સવારે 11:00 કલાકે નગરપાલિકા હોલ ખાતે ખાસ સામાન્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે જિલ્લા કલેકટર કે.સી સંપટ દ્વારા એક હુકમ બહાર પાડવામાં આવ્યો છે સુરેન્દ્રનગર દુધરેજ વઢવાણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા.28/02/2021ના રોજ યોજાઇ હતી જેથી પ્રથમ ટર્મના પ્રમુખ ઉપપ્રમુખના હોદ્દાની મુદત તા.15/9ના રોજ પૂરી થાય છે.આથી આગામી અઢી વર્ષના સમયગાળા (બીજી ટર્મ) માટે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરવા ખાસ સામાન્ય સભાની બેઠક બોલાવવાની થાય છે જે સંદર્ભે સુરેન્દ્રનગર-દુધરેજ-વઢવાણ નગરપાલિકાની ખાસ સામાન્ય બેઠક તા.12/09/2023ને મંગળવારના રોજ સવારે 11:00 કલાકે નગરપાલિકા કચેરીના સભાખંડમાં રાખવામાં આવશે સામાન્ય સભાના પ્રિસાઇડિંગ ઓફિસર બેઠકના પ્રમુખ સ્થાને પ્રમુખ અધિકારી તરીકે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સુરેન્દ્રનગરને નિયુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે પ્રમુખ, ઉપપ્રમુખના હોદ્દાની મુદત બે વર્ષ અને છ માસની રહેશે પ્રમુખ તથા ઉપપ્રમુખના હોદ્દાની ચૂંટણી ગુજરાત નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી સંબંધેના નિયમો તથા તેમાં થયેલ વખતો વખતના સુધારાને ધ્યાને લઈ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.