પલાનીસ્વામી-પન્નીરસેલવમ જૂથ વચ્ચે હિંસા ઃ એઆઇડીએમકેનું હેડ કર્વાટર સીલ
(પીટીઆઇ) ચેન્નાઇ, તા. ૧૧તમિલનાડુમાં એઆઇએડીએમકેના બે વિરોધી નેતાઓ પલાનીસ્વામી અને
પન્નીરસેલવમના સમર્થકો દ્વારા પક્ષના કાર્યાલયની અંદર અને બહાર હિંસા અને તોડફોડ
કરવામાં આવ્યા પછી અધિકારીઓએ પક્ષના મુખ્યમથકને સીલ કરી દીધું છે. પન્નીરસેલવમને પક્ષમાં બરતરફ કરવામાં આવ્યા પછી તેમણે
જણાવ્યું છે કે તે તેકોર્ટમાં જશે,
કાયદાકીય કાર્યવાહી કરશે અને કાર્યકર્તાઓની વચ્ચે ન્યાય માંગવા જશે. પોલીસ અધિકારીઓના
જણાવ્યા અનુસાર પક્ષના બે જૂથો વચ્ચે થયેલી હિંસાને પગલે એઆઇએડીએમકનું હેડકવાર્ટર
સીલ કરી દેવામાં આવ્યું છે.
આ અગાઉ પન્નીરસલમે મદ્રાસ હાઇકોર્ટમાં એઆઇએડીએમકેની જનરલ
કાઉન્સિલની બેઠક પર સ્ટે મૂકવાની અરજી કરી હતી. જો કે મદ્રાસ હાઇકોર્ટે આ અરજી
ફગાવી દઇને પન્નીરસેલવમને આંચકો આપ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.