વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી ખાપણ, કાટીયાની વિનામૂલ્યે સેવાની પહેલ
વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા દાતાઓના સહયોગથી ખાપણ, કાટીયાની વિનામૂલ્યે સેવાની પહેલ
વિસાવદરતા.વિસાવદર ના સેવાભાવી લોહાણા અગ્રણી સુરેશભાઈ સાદરાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી દિન દુખિયાઓની સેવાનો ભેખ ધારણ કરી ગરીબ લોકોની સેવાઓ કરવામાં આવે છે અને તેમાં તેના ધર્મપત્ની પણ ગરીબ લોકોને ટિફિન બનાવી જમાડતા હોય શિયાળામાં ગરીબ લોકોને ધાબળા,કપડાં શાલ,ઉપરાંત તહેવારોમાં મીઠાઈ વિતરણ દાતાઓના આર્થીક સહયોગ કરવામાં આવે છે ત્યારે ગણપતી ઉત્સવ સમિતિના નામથી જ કોઈપણ પ્રકારના ફંડ, ફાળા વગર માત્ર કાટીયાની અંતિમ કીટ વિનામુલ્યે આપવાની કામગીરી ટુક સમયમાં જ ચાલુ કરવામાં આવનાર હોવાનું જણાવેલ છે શ્રી સાદરાણી ભાઈના જણાવ્યા અનુસાર આ બાબતે કોઈ ફંડ ફાળો લેવામાં નહિ આવે માત્ર જે તે દાતા તરફથી તૈયાર કીટ લઈ સ્મશાનમાં જ રાખવામાં આવશે ત્યાં રજીસ્ટરમાં નામ લખી કીટ લઈ જવાની રહેશે.કિટનો કોઈ ચાર્જ લેવામાં નહિ આવે કારણ કે કીટ દાતાઓ તરફથી વિનામુલ્યે આપવામાં આવેલ હોય તેનો ચાર્જ લેવાનો થતો નથી કોઈ ભેટ પેટી રાખવામાં નહિ આવે કોઈ સંસ્થાના નામની કે મારી પોતાની કોઈ જાહેરાત કરવામાં નહિ આવે ઉપરાંત કોઈ સરપંચ સંમેલન,કે જમણવાર કે અન્ય કોઈપણ પ્રકારની ખુશી ભેટના નામે કોઈપણ પ્રકારની બિનહિસાબી આવક ભેગી કરવામાં નહિ આવે તેમજ ગ્રામ્ય પંથકના લોકોને પણ આ કીટ આપવામાં આવશે.આ કામગીરીનો હેતુ માત્ર સેવાનો જ હોય કોઈ માણસ રાખી તેના પગાર ઉધારવામાં નહિ આવે અને ખુલ્લો હિસાબ આવક જાવકનો રાખવામાં આવશે કોઈપણ પ્રકારના હોમ હવન કરવામાં નહિ આવે આ અંગેની અમો શરૂઆત કરતા હોય અમોને જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવા અને સહકાર આપવા માટે સુરેશભાઈ સાદરાણીએ લોકોને અપીલ કરેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.