ભાસ્કર એક્સક્લુઝિવ:હેલ્થ ઇન્સ્યોરન્સના દાવા માટે AI ટૂલ તૈયાર, એક જ કલાકમાં ક્લેમ - At This Time

ભાસ્કર એક્સક્લુઝિવ:હેલ્થ ઇન્સ્યોરન્સના દાવા માટે AI ટૂલ તૈયાર, એક જ કલાકમાં ક્લેમ


હેલ્થ ઇન્સ્યોરન્સમાં કેટલીક શરતો અને નિયમો છુપાયેલા હોય છે, જેના કારણે ક્લેમ વખતે ગ્રાહકો અટવાઇ જાય છે. આનાથી ના તો ફક્ત દાવા પૂર્ણ કરવામાં સમય લાગે છે, અને કેટલીકવાર તો રિજેક્ટ પણ થઇ જાય છે. આ સમસ્યાના નિદાન માટે એનએચએ દ્વારા એઆઇ ટૂલનો ઉપયોગ થવા જઇ રહ્યો છે. આ ટૂલ પોર્ટલ સાથે જોડાશે, જેના પર જઇને ગ્રાહક પોતાના વીમા અને તેની અંદરની છુપી શરતોને સરળતાથી સમજી શકશે. ઓથોરિટીના એક અધિકારીએ જણાવ્યું કે નવું ટુલ એક બે મહિનામાં કામ કરતું થઇ જશે. આનાથી વીમા ક્લેમ એક કલાકમાં જ થઇ જશે. આ જાણકારી પણ મળી જશે
1. તમારા વીમામાં ત્રીજા બાળકની ડિલિવરીનો ક્લેમ કવર થાય છે કે નહી?
2. દાખલ થતી વખતે હોસ્પિટલનો રૂમ ચાર્જ અથવા ઓપરેશનનો સમગ્ર ખર્ચ કવર છે કે નહી?( જેવા કે એનેસ્થેસિયા, ઓક્સિજન, એક્સપર્ટ ડોક્ટરની ફી વગેરે)
3. વીમા કંપની દ્વારા ઓફર કરાયેલા ચાર્જ કવરમાં સામેલ છે કે નહી?
જો આપને ગમતી ઓફર તમારા વીમામાં ન હોય તો એઆઇ ટૂલ તે તમને જણાવી દેશે કે કઇ કંપની વધારાનો ચાર્જ આપીને આ સુવિધા આપે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.