અમદાવાદ મ્યુનિ. ટેકસ વિભાગનાં છબરડાં, પ્રોફેશનલ ટેકસનું સર્ટિફિકેટ લેવાયા બાદ પણ મિલકતોની આકારણી સેલ્ફનાં ધોરણે - At This Time

અમદાવાદ મ્યુનિ. ટેકસ વિભાગનાં છબરડાં, પ્રોફેશનલ ટેકસનું સર્ટિફિકેટ લેવાયા બાદ પણ મિલકતોની આકારણી સેલ્ફનાં ધોરણે


અમદાવાદ,મંગળવાર,23
ઓગસ્ટ,2022અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેકસ વિભાગમાં ચાલતા
છબરડાં બહાર આવવા પામ્યાં છે.એક તરફ ટેકસ વિભાગની તમામ કામગીરી ડીજીટલ ઈન્ડિયાના
થીમ હેઠળ ઓનલાઈન કરવાની જાહેરાત કરાઈ રહી છે.જયારે બીજી તરફ શહેરીજનોએ પ્રોફેશનલ
ટેકસનું સર્ટિફિકેટ મેળવી લીધા બાદ પણ ટેકસ વિભાગની ઓનલાઈન ડીમાન્ડ મુજબ જે તે
મિલકતની આકારણી સેલ્ફના ધોરણે બતાવાઈ રહી હોવાથી ગંભીર નાણાંકીય અનિયમિતતા ટેકસ
વિભાગમાં ચાલી રહી હોવાનું બહાર આવવા પામ્યુ છે.નદીપારના અલગ અલગ વિસ્તારમાં આ
પ્રકારની આકારણી ધરાવતી અંદાજે પચાસથી વધુ મિલકતો ઓડિટ વિભાગની તપાસમાં મળી આવી
છે. આઝાદી કા અમૃતમહોત્સવ અંતર્ગત ૧૫ ઓગસ્ટથી મ્યુનિસિપલ
પ્રોપર્ટી ટેકસ સંબંધિત તમામ પ્રકારની ફરિયાદોનો ઓનલાઈન નિકાલ કરવા માટે શાસકપક્ષ
તરફથી નાગરિકોને તેમની મિલકતવેરા સંબંધિત ફરિયાદ નોંધાવવા અને તેના નિકાલ માટે
આવાહન કરાયુ હતું.બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓડિટ વિભાગ તરફથી પશ્ચિમમાં
આવેલા અલગ અલગ વિસ્તારમાં પ્રોફેશનલ ટેકસને લગતી ફાઈલનું ઓડિટ કરવામાં આવતાં
વર્ષ-૨૦૨૦માં ૩૫ જેટલાં ટેનામેન્ટ નંબર એવા મળી આવ્યા છે કે જે મિલકતોમાં
પ્રોપર્ટી ટેકસ બિલમાં ભાડા કરાર મુજબ ભોગવટા પરિબળ તરીકે અધર્સ તરીકે બતાવવાના
બદલે ટેકસની આકારણી સેલ્ફનાં ધોરણે આકારવામાં આવેલી છે.અગાઉ વર્ષ-૨૦૧૧-૧૨થી વર્ષ-૨૦૧૭-૧૮ સુધીના સમયની પ્રોફેશનલ
ટેકસ સંબંધિત ફાઈલનું ઓડિટ કરવામાં આવતાં અરજી સાથે ભાડા કરાર રજૂ કરી પ્રોફેશનલ
ટેકસ સર્ટિફિકેટ અરજદાર કે પાર્ટી દ્વારા મેળવી લીધુ હોય એની તપાસ કરવાની સાથે
ટેકસ વિભાગની ઓનલાઈન ડીમાન્ડની ચકાસણી કરાઈ હતી.આ મિલકતોમાં પણ ટેકસ વિભાગ તરફથી આકારણી સેલ્ફનાં ધોરણે
આકારવામાં આવેલી છે.આ તમામ મિલકતોમાં ટેકસ વિભાગે ભાડા કરાર મુજબ તાત્કાલિક
ડીમાન્ડ ઉપર ટેકસની વધ કરવાની થાય.નવી કોમર્શિયલ મિલકતની આકારણીમાં પણ તફાવત જોવા મળ્યો

નદીપારના વિવિધ વિસ્તારમાં અરજદાર કે પાર્ટી દ્વારા ટેકસ
ડીવીઝનની કોમર્શિયલ ઉપયોગના હેતુથી અરજી કરવામાં આવતી હોય છે.જે અંગે આપવામાં
આવેલી મંજુરીની ફાઈલ ઓડિટ વિભાગ તરફથી તપાસવામાં આવતાં નવી પ્લેટની આકારણી કરી
મિલકતના ઉપયોગનો પ્રકાર અને ખરેખર ઓનલાઈન ડીમાન્ડમાં દર્શાવવામાં આવેલાં ઉપયોગના
પ્રકારમાં તફાવત જોવા મળ્યો છે.પ્રોપર્ટી ટેકસનાં બિલમાં અરજી મુજબ નવી મિલકતની
કોમર્શિયલ ધોરણે આકારણી કરવામાં આવી ના હોય એવી પણ સંખ્યાબંધ મિલકતો મળી આવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.