LIVE: 145મી રથયાત્રા, મોસાળ પહોંચ્યા ભગવાન જગન્નાથ
અમદાવાદ, તા. 1 જૂલાઇ 2022, શુક્રવાર ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર એટલે રથયાત્રા. બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળ્યાં છે. કોરોનાના કારણે આ તહેવાર બે વર્ષથી થોડા ઘણા લોકોની હાજરીમાં જ થતો હતો. દરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.ગુજરાતમાં અમદાવાદનાં જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા, વિશ્વની બીજી સૌથી મોટી અને ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે, બીજા ક્રમે વડોદરામાં ઇસ્કોન દ્વારા આયોજીત થતી રથયાત્રાને ગણાવી શકાય. આ સિવાય સુરતમાં પણ ઇસ્કોન દ્વારા આ જ દિવસે રથયાત્રાનું આયોજન મોટે ભાગે દર વર્ષે કરવામાં આવે છે.રથયાત્રા લાઇવસરસપુરનું મંદિરસરસપુરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઇ રહ્યો છે. મહિલાઓ જગતના નાથના આગમનને લઇને અવનવા ભજનો ગાઇને નૃત્ય કરી રહ્યા છે, ભગવાનના 3 રથ અહીં પહોંચ્યા બાદ ભક્તો પ્રસાદ ગ્રહણ કરશે.1:35 Pm- સરસપુરથી ગજરાજ નીકળીને નિજ મંદિર તરફ રવાના 1:13 Pm- ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુર પહોંચી ગયાં છે. અખાડા અને તમામ ટ્રક સરસપુર પહોંચી ગયાં છે.-કાલુપુર સર્કલ પહોંચી ભગવાન જગન્નાથની રથયાત્રા,ભક્તોમાં જોવા મળ્યો ઉત્સાહ-સરસપુર બાદ કાલુપુરમાં પણ રથયાત્રા પર વરસાદના અમી છાંટણા થયા.- પોલીસ દ્વારા હેલિકોપ્ટરથી રથયાત્રાનું સર્વેલાન્સ થઈ રહ્યું છે. રથયાત્રા 1 કલાક મોડી APMC પહોંચીરથયાત્રા હાઇલાઇટ્સ પોલીસ કમિશ્નર દ્વારા પરવાનગી અપાતાં રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો પર જ ફરશે. જેમાં અગ્રભાગમાં 18 શણગારેલા ગજરાજો18 ભજન મંડળીઓભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતી 101 ટ્રકોઅંગ કસરતના પ્રયોગો સાથે 30 અખાડા3 બેન્ડવાજાવાળા દર્શન કરવા આવતા ભક્તો માટે પ્રસાદભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ આવે એટલે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. આ જમણવારમાં પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડી હોય છે, જેમાં બે લાખથી વધુ ભક્તો આ લ્હાવો માણે છે. સરસપપુરમાં કુલ ૧૫ રસોડામાં આ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યા છે. સરસપુરમાં આ શેરીમાં થશે જમણવારલીમડા પોળ, મોટી સાળવી વાડ,તળિયાની પોળ, કડીયા વાડ, ગાંધીની પોળ, વડવાળો વાસ, આંબલી વાડ, ઠાકોર વાસ, પીપળા પોળ, લુહાર શેરીનો મુખ્યત્વે સમાવેશ થાય છે.કોવિડ 19 પોઝીટીવ છતાં CM ભુપેન્દ્રપટેલે જ કરી પહિંદ વિધિ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ગઈકાલે ફરી વાર કરવામાં આવેલો કોવિડ ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.ભગવાન જગન્નાથજી ની રથયાત્રામાં દર વર્ષે પરંપરા પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભગવાનના રથની સોનાની સાવરણીથી પહિંદ વિધિ સંપન્ન કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવતા હોય છે. કોવિડ 19 પોઝીટીવ છતાં ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આજે 145મી રથયાત્રામાં મુખ્યમંત્રી તરીકે પ્રથમ વાર આ પહિંદવિધિ કરીને રથયાત્રાને નગરચર્યા માટે પ્રસ્થાન કરાવીને જાળવી રાખી છે.મુખ્યમંત્રીશ્રી અષાઢી બીજના આજના અવસરે વહેલી સવારે અમદાવાદમાં જગન્નાથ મંદિર પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીના પૂજન અર્ચન કરીને ભગવાનના મુખ્ય રથને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવવા મંદિર પરિસરમાંથી ભક્તિભાવ પૂર્વક બહાર લાવવામા સહભાગી થયા હતા.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રા ના પર્વ નિમિત્તે સૌ નાગરિક ભાઈ બહેનોને શુભેચ્છાઓ પાઠવતા ક્હ્યું કે જગન્નાથજી સૌ પર કૃપા આશિષ વરસાવે અને સમાજ જીવનમાં સૌ ને આરોગ્ય સુખાકારી,સમૃદ્ધિ અને સુખશાંતિ આપે તેવી પ્રાર્થના તેમણે કરી છે.આ અવસરે મહંતશ્રી દિલિપદાસજી, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, અમદાવાદ મહાનગરપાલિકાના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી મીનાક્ષીબેન તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સહિત અન્ય પદાધિકારીઓ - શ્રદ્ધાળુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.