સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ચકલી દિવસની ઉજવણી કરાઈ. - At This Time

સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ચકલી દિવસની ઉજવણી કરાઈ.


સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે ચકલી દિવસની ઉજવણી કરાઈ.

રાજકોટ શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત વિમોહન બાલમંદિર દ્વારા ચકલી દિવસ ઉજવાયો.આંગણાનું નાજુક પક્ષી ચકલી ફરી પાછું ચીં ચીં કરીને આપણી સવાર સુધારે એ માટે પર્યાવરણપ્રેમીઓ પ્રયત્નશીલ છે. રાજકોટના શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ સંચાલિત વિમોહન બાલ મંદિરનાં બાલકો દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી સમસ્ત મહાજન અને કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનાં સંયુક્ત ઉપક્રમે કરાઈ હતી. બાલ મંદિરનાં બાલકોએ ચકલી ગીત, જોડકણા, ચકલી વિષયક વાર્તા સહિત પાંચ કૃતિઓ રજૂ કરી અને એલ.કે.જી તથા એચ.કે.જીના બાલકોએ રંગપુરણી દ્વારા શ્રોતાઓની વાહવાહી મેળવી હતી.
આ તકે કડવીબાઈ કન્યા વિદ્યાલય સંકુલના નિયામક હીરાબેન માંજરીયાએ શાળાની સ્થાપના કેવા સંજોગોમાં થઇ અને કન્યા કેળવણી માટે આઠ દાયકામાં કેવા પ્રયાસો થયા એની સંપૂર્ણ વિગત આપી હતી. કરુણા ફાઉન્ડેશનના ડીમ્પલબેન ખેતાણીએ શાળા સાથેના પોતાના સંસ્મરણો તાજા કરી સારી પ્રવૃત્તિ માટે કરુણા ફાઉન્ડેશનના દરવાજા હંમેશા ખુલ્લા છે એવી ખાતરી આપી હતી. હાઈ સ્કુલ વિભાગના આચાર્ય વર્ષાબેન ડવે કન્યા કેળવણી માટે રાજકોટની કડવીબાઈ વિરાણી કન્યા શાળાને ઉત્તમ ગણાવી હતી તો પ્રાથમિક વિભાગના આચાર્યા ચેતનાબેને આહ્યા શાળાની વિદ્યાર્થીનીઓનો વિકાસ કરવામાં શાળાનું મુલ્ય શું છે તે સમજાવ્યું. વિમોહન બાલ મંદિરના આચાર્ય પંકજબા ખાચરે સૌ નું આભાર દર્શન કરી ચકલી દિવસ નિમિત્તે કાવ્ય પંક્તિઓ રજૂ કરી હતી. આ તકે હોસ્ટેલના રેકટર નીતાબેન ચૌહાણ તથા જાણીતા લોકગાયક, લેખક, પત્રકાર નીલેશ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.
બાલકોને તૈયારી કરાવી કાર્યક્રમને સફળ બનાવવા માટે બાલ મંદિરના શિક્ષિકા બહેનો જ્યોત્સનાબેન સાપરા, શીતલબેન ચૌહાણ, મીનાબેન શુક્લ, કિંજલબેન વ્યાસ, તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય અને સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ. ગિરીશભાઈ શાહે ચકલી દિવસની વર્ચ્યુઅલી શુભેચ્છા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.