બાઈક પર જતાં યુવાનના ગળામાં પતંગનો દોરો ફસાયો, તત્કાલ સારવાર મળતા જીવ બચ્યો: 12 ટાંકા આવ્યા - At This Time

બાઈક પર જતાં યુવાનના ગળામાં પતંગનો દોરો ફસાયો, તત્કાલ સારવાર મળતા જીવ બચ્યો: 12 ટાંકા આવ્યા


ઉત્તરાયણ નજીક છે ત્યારે સૌથી મોટી સમસ્યા ધાતક દોરાથી બચવાની છે.દર વર્ષે પતંગના દોરાથી અનેક લોકોના ગળા કપાય છે.હજુ સંક્રાંત દૂર છે.ત્યાં રાજકોટમાં પતંગના દોરાથી એક વ્યકિતનું ગળુ કપાયાની ઘટના બની છે. તે વ્યકિતને ગળામાં ગંભીર ઈજા પહોંચી હતી.તેને તત્કાલ સારવાર મળતા જીવ બચી ગયો હતો. પણ ગળામાં 12 ટાંકા લેવા પડયા હતાં.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરના લીમડાચોક નજીક પુરી-શાકની ખાણીપીણીની રેકડી ચલાવતા અને કાલાવડ રોડ પર આવેલ વામ્બે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતા ભરત વલ્લભભાઈ વાજા (ઉ.વ.40) પોતાના બાઈક પર ગત સાંજે 6 વાગ્યે લોટ દરાવવા માટે ઘર નજીક આવેલ ફલોર મીલ ખાતે જતા હતા ત્યારે રસ્તામાં ચાલુ બાઈક તેના ગળામાં પતંગનો દોરો ફસાતા તેમને ગંભીર ઈજા થઈ હતી.
ભરતભાઈને લોહી લુહાણ હાલતમાં તત્કાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહીં તેમને ઈમરજન્સી વિભાગમાં દાખલ કરી તત્કાલ ગળામાં 12 ટાંકા લેવા પડયા હતાં.ઉલ્લેખનીય છે કે, જેમ-જેમ ઉત્તરાયણ નજીક આવશે તેમ-તેમ ધાતક દોરાથી ગળા કપાવાના બનાવો વધશે.લોકોએ સાવચેતી પૂર્વક બાઈક પર નીકળે ત્યારે ગળે કોઈ કપડું કે રૂમાલ વીંટીને ગળાની સલામતી રહે તેમ નીકળવા તંત્ર દ્વારા અનેક વખત અનુરોધ કરાયો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.