પત્ની સાથે ફોનમાં વાત કરતાં શખ્સે ધમકી આપતાં પ્રોઢનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ - At This Time

પત્ની સાથે ફોનમાં વાત કરતાં શખ્સે ધમકી આપતાં પ્રોઢનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ


ગ્રીનપાર્ક એંજલ વાડીમાં રહેતાં ઈમરાનભાઈને પત્ની સાથે ફોનમાં વાત કરતાં શખ્સે ધમકી આપતાં તેઓએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે ભક્તિનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે ગ્રીનપાર્ક એંજલ વાડીમાં રહેતાં ઇમરાનભાઇ યાકુબભાઇ મેતર (ઉ.વ.44) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નદીમ ગફાર મકવાણા (રહે. દૂધસાગર રોડ) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા એકાદ વર્ષથી પરિવાર સાથે ભાડેથી રહે છે અને મજુરી કામ કરે છે. ગઈ તા.11/01/2025 ના બપોરના સમયે તેમની પત્નીને નદીમ અવાર-નવાર ફોન કરતો હોય જેથી તેઓને પત્નિ સાથે પારીવારીક બોલાચાલી થતા ભક્તિનગર પોલીસ સ્ટેશન પર આવેલ હતાં. બાદમા તેઓને અને તેમની પત્નિ વચ્ચે પરીવારના સભ્યોએ મળીને ઘરમેળે સમાધાન કરાવેલ હતું.
બાદમાં તેઓ પરીવારના સભ્યો સાથે ઘરે જઇ રહ્યા હતા ત્યારે નીલકંઠ ટોકીઝ પાસેની શેરીમા પહોંચેલ ત્યારે નદીમ મકવાણાએ તેમને અટકાવી કેમ તારી પત્ની સાથે બોલાચાલી કરી તેણીને હેરાન કરે છે તેમ કહી ગાળાગાળી કરવા લાગેલ અને તને હું જોઈ લઈશ તેમ કહી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યો હતો. બાદમાં તેઓને નદીમે ગાળાગાળી તથા જોઇ લેવાની ધમકી આપતાં મનમાં લાગી આવતા ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.