રાજકોટમાં લવજેહાદ : ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા મહેબૂબે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, 26 જૂનથી યુવતી લાપતા, નામ પણ બદલી નાખ્યાનો આક્ષેપ
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. ક્રિકેટ કોચિંગ ક્લાસ ચલાવતા વિધર્મીનું કૃત્ય સામે આવ્યું છે. મહેબૂબ બુખારીએ પુત્રીને ફસાવી હોવાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો છે. કુંડલીયા કોલેજની એક વિદ્યાર્થીનીને ચાર વર્ષ પૂર્વે પ્રેમમાં ફસાવી હતી. આ યુવતીનું નામ નાઝનીન નામ કરી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પુત્રી માટે ભટકતો પરીવારએ કોલેજનાં સંચાલકનો સંપર્ક કર્યો હતો. પોલીસ કમિશનર સુધી આ મામલો પહોંચ્યો હતો. પોલીસે લવ જેહાદનાં આ કેશની તપાસ શરૂ કરી છે. તળાજા પંથકનો પરીવાર છેલ્લા કેટલાય સમયથી રાજકોટ રહેતો હતો. લાપતા યુવતી ઘરમાંથી રોકડ અને દાગીના ચોરી મહેબૂબને આપતી હતી. યુનિવર્સીટી પોલીસ મથક ગૂમ થયાની 26 જૂને અરજી અપાઈ હતી. યુનિવર્સીટી પોલીસ તપાસમાં કઈ ન કર્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસ કમિશનર સુધી મામલો પહોંચતા હાલ તપાસ તેજ કરાઈ છે.
યુવતીના માતા આવ્યા મીડિયા સમક્ષ આવ્યા હતા. ૧૭ વર્ષની કિશોરી હતી ત્યારથી મહેબુબ બુખારી નામનો શખ્સ સંપર્કમાં હતો. મારી દિકરીને ભોળવીને વિશ્વાસમાં લીધી હતી. તેના પર દુષ્કર્મ ગુજાર્યું છે. તેનું મુસ્લિમ નામ નાઝમીન કરી નાખ્યું છે. યુવતીને ભગવાનમાં વિશ્વાસ રહ્યો નથી. યુવતી એવો પણ દાવો કરતી તેને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યો છે. યુવતીએ યુવક માટે ઘરમાંથી ચોરી કરી હતી.
યુવતીને અવારનવાર તેના ઘરે લઇ જતો હતો. હોસ્ટેલમાં રાખતો હતો અને તેની સાથે દુષ્કર્મ ગુજારતો. યુવતીના માતા પિતાને પણ ધમકી આપતો હતો. માતાનો ગંભીર આક્ષેપ યુવકે કહ્યું હતું કે, જો હું તારી સાથે લગ્ન કરીશ તો મને ૫ લાખ રૂપિયા મળશે. બ્રાહ્મણની દિકરી સાથે લગ્ન કરૂ તો ૧૦ લાખ રૂપિયા મળે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.