અગ્નિપથના વિરોધમાં 3 અરજીઓ સુપ્રિમ કોર્ટમાં દાખલ : કેન્દ્રએ પણ કરી અરજી - At This Time

અગ્નિપથના વિરોધમાં 3 અરજીઓ સુપ્રિમ કોર્ટમાં દાખલ : કેન્દ્રએ પણ કરી અરજી


- કેવિયટ અમારો પક્ષ પણ સાંભળવામાં આવે : કેન્દ્રની સુપ્રિમમાં રજૂઆત-  યુવાનો અને કેટલાક રાજકીય સંગઠનોની કેન્દ્ર સરકાર સમક્ષ માંગણી છે કે આ યોજના લાગુ કરવામાં ન આવેનવી દિલ્હી, તા. 21 જૂન 2022, મંગળવારકેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના જાહેર થતાની સાથે જ વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગઈ છે. આ યોજનાની જાહેરાત બાદ તેનો સતત વિરોધ થઈ રહ્યો છે. દેશભરના યુવાનોની માંગ છે કે સરકાર પોતાની આ યોજનાને પાછી ખેચી લે. આ મુદ્દો હવે સુપ્રિમ કોર્ટના દ્વારે પહોંચી ગયો છે.કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો ઉગ્ર વિરોધ અટકવાનું નામ લેતો નથી. આ મામલો રસ્તાઓ ઉપરના હિંસક પ્રદર્શન બાદ હવે સુપ્રિમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. સુપ્રિમ કોર્ટમાં 'અગ્નિપથના' વિરોધમાં ત્રણ અરજી દાખલ થઈ ગઈ છે. યુવાનો અને કેટલાક રાજકીય સંગઠનો કેન્દ્ર સરકારની આ નવી યોજનાનો વિરોધ કરી રહ્યા છે અને માંગણી કરી રહ્યાં છે કે આ યોજનાને પડતી મુકવામાં આવે.વિશાલ તિવારી, એમ.એલ.શર્મા બાદ હવે હર્ષ અજય સિંહે અરજી દાખલ કરી છે. સરકારની સશસ્ત્ર દળોમાં ભરતી માટેની આ યોજના હવે સુપ્રિમ કોર્ટમાં પહોંચતા કેન્દ્ર સરકારે પણ સામે પક્ષે કેવિયટ અરજી દાખલ કરી છે. કેન્દ્ર સરકારે આ મુદ્દે કેવિયટ અરજી દાખલ કરીને કહ્યું છે કે, કોર્ટ આ કેસમાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા કેન્દ્રનો પક્ષ પણ સાંભળે.કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ 'અગ્નિપથ' નામની નવી યોજનાની જોહરાત કરી હતી. અગ્નિપથ યોજનામાં સેનાની ત્રણેય વિંગમાં યુવાનોને 4 વર્ષ માટે ભરતી કરવામાં આવશે. ભારતીય સેનામાં દરેક બેચમાંથી 25 ટકા યુવાનોને કાયમી ધોરણે લેવામાં આવશે અને અન્ય યુવાનો રીટાયર્ડ થશે. યુવાનોની ભરતી અંગેની આ યોજનાનો ભારેલો અગ્નિ આખા દેશને દઝાડી રહ્યો છે. સરકારની નવી યોજનોનો ઠેર-ઠેર આક્રમક વિરોધ થઈ રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.