મહમદપુરા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. - At This Time

મહમદપુરા ગામે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.


સમી: સમી તાલુકાના મહમદપુરા ની નિરાપરા પ્રાથમિક શાળામાં સમી તાલુકાના પ્રાંત અધિકારી આર બી અસારી, પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, પાટણ જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ અનિલભાઈ રાવલ, ડેલીગેટ દિનેશજી ઠાકોર, તેમજ શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ, smc કમિટીના સભ્યો અને ગામના લોકો ની ઉપસ્થિતિમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળામાં ૨૬ બાળકોએ પ્રવેશ મેળવ્યો. બાળકોને મહેમાનોના હસ્તે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે શાળાના આચાર્ય જીગ્નેશભાઈ પટેલ દ્વારા શાળામાં બે કોમ્પ્યુટરની ભેટ આપવાની જાહેરાત કરી હતી. પાટણ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન મનુજી ઠાકોર ની ગ્રાન્ટમાંથી સીસીટીવી કેમેરા શાળા સંકુલમાં આપ્યા છે તેમ શાળા પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
આમ,આ કાર્યક્રમની પુર્ણાહુતી શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરી કરવામાં આવી હતી.

દશરથ ઠાકોર
(સમી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image