LOC બાદ હવે મનીષ સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ થાય તેવી શક્યતા - At This Time

LOC બાદ હવે મનીષ સિસોદિયા સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ થાય તેવી શક્યતા


- CBIએ આ મામલે EDને દસ્તાવેજ સોંપ્યા નવી દિલ્હી, તા. 21 ઓગષ્ટ 2022, રવિવારદિલ્હીમાં દારૂ કૌભાંડ મામલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તેમની વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યા બાદ હવે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવશે. CBIએ આ મામલે EDને દસ્તાવેજ સોંપ્યા છે. સીબીઆઈએ FIRની નકલ અને દારૂ કૌભાંડ સાથે સંબંધિત અન્ય દસ્તાવેજો EDને સોંપી દીધા છે. તેથી હવે તેની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવાની તૈયારી ચાલી રહી છે.આ અગાઉ CBIએ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા સહિત 13 લોકો વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જાહેર કરી હતી. આ નોટિસમાં એ આરોપીઓના નામ છે જેમની વિરુદ્ધ CBIએ FIR દાખલ કરી છે. જોકે, તેમાં મુંબઈની એન્ટરટેઈનમેન્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીના CEO વિજય નાયરનું નામ સામેલ નથી. વધુ વાંચો: CBI એક્શનમાં: મનીષ સિસોદિયા સહિત 13 લોકોના દેશ છોડવા પર રોક લગાવાઈદારૂ કૌભાંડમાં શુક્રવારે સવારથી ઘમાસાણ ચાલુ છે. CBIએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના નિવાસ સ્થાન પર દરોડા પાડ્યા હતા. તેમની સાથે-સાથે અનેક બીજા સરકારી અધિકારીઓના ઘરે પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી 14 કલાક સુધી ચાલી હતી. આ દરોડા દરમિયાન CBIએ ઘણા દસ્તાવેજો જમા કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, કેટલાક ગુપ્ત દસ્તાવેજો હતા જે કોઈ સરકારી અધિકારીના ઘરે ન હોવા જોઈએ. જ્યારે તપાસનો વ્યાપ આગળ વધ્યો તો તપાસ એજન્સીએ સિસોદિયાના વાહનની પણ તપાસ કરી હતી. જ્યારે 14 કલાક પછી દરોડો પૂરો થયો ત્યારે સીબીઆઈએ મનીષ સિસોદિયાનો ફોન પોતાની સાથે લીધો હતો અને લેપટોપ પણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું તથા તેમનો ઈમેલ ડેટાને પણ સિક્યોર કરી લેવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.