શહેરમાં વરસાદે વેરેલી તારાજી બાદ અમદાવાદ મ્યુનિ.કચેરી ખાતે કોંગ્રેસનાં સૂત્રોચ્ચાર સાથે દેખાવ - At This Time

શહેરમાં વરસાદે વેરેલી તારાજી બાદ અમદાવાદ મ્યુનિ.કચેરી ખાતે કોંગ્રેસનાં સૂત્રોચ્ચાર સાથે દેખાવ


        અમદાવાદ,13 જૂલાઈ,બુધવાર,2022અમદાવાદ શહેરમાં રવિવાર અને સોમવારે વરસેલા અઢાર ઈંચ સુધીના
વરસાદ બાદ  વરસાદે વેરેલી તારાજી બાદ અમદાવાદ
મ્યુનિ.ની દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય કચેરીએ કોંગ્રેસ તરફથી સૂત્રોચ્ચાર સાથે દેખાવ
યોજયા બાદ અસરગ્રસ્તોને વળતર આપવા મેયર અને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનને આવેદનપત્ર
આપવામાં આવ્યુ હતું.મ્યુનિ.ના કાર્યક્રમમાં પહેલીવાર કોંગ્રેસના ધારાસભ્યો એક સાથે
જોવા મળ્યા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે બપોરના સમયે
કોંગ્રેસની રેલી આવવાની છે એ જાણ થતાની સાથે જ કચેરીમાં પ્રવેશવાના તમામ દરવાજા
બંધકરી દેવામાં આવ્યા હતા.બપોરે ચારના સુમારે વિપક્ષનેતા શહેજાદખાન પઠાણ,ઉપનેતા નિરવબક્ષી,હાજી અસરારબેગ
સહિતના અન્ય કોર્પોરેટરો શહેરના વિવિધ વિસ્તારમાં રહેતા રહીશોને લઈ મ્યુનિ.કચેરીએ
પહોંચતા દરવાજા બહાર જ તેમને અટકાવી દેવાતા ભાજપના રાજમાં વિકાસ ફરી ગાંડો થયો છે
સહિતના બેનરો સાથે હાજર લોકોની વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટરો બંધ દરવાજા કુદીને
કચેરીમાં પ્રવેશ્યા હતા. ગોમતીપુરના કોર્પોરેટર ઈકબાલ શેખે વરસાદને પગલે રોડ
તુટવાથી તે ઈજાગ્રસ્ત થયા હોવાનું 
પ્રસ્થાપિત કરવા પ્રતિકાત્મક વિરોધ રુપે શરીર ઉપર પાટા બાંધ્યા હતા.

મ્યુનિ.કોંગ્રેસના કાર્યક્રમમાં પહેલી વખત અમદાવાદમાં કોંગ્રેસના
ચાર પૈકી ત્રણ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ ઉપરાંત શૈલેષ પરમાર અને ઈમરાન ખેડાવાલા એક
સાથે હાજર રહ્યા હતા.દરમિયાન સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ બારોટને કોંગ્રેસ
તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા બાદ ચેરમેને પ્રતિક્રીયા આપતા કહ્યુ,વિપક્ષ તરફથી જે
લાગણી વ્યકત કરવામાં આવી છે એમાં અસરગ્રસ્તોને સહાય આપવાની બાબત રાજય સરકાર
હસ્તકની છે.મ્યુનિ.ને જે કામગીરી કરવાની છે એ તંત્ર કરી રહ્યુ છે.શહેરમાં ભારે
વરસાદને પરિણામે જુદા જુદા વિસ્તારમાં ૨૫ જેટલા ભુવા પડયા હોવાનો સ્વીકાર કરતા
તેમણે કહ્યુ,જયાં રોડ
ઉપર પેચવર્ક કરવાની જરુર છે ત્યાં હેવીપેચવર્ક કે કોલ્ડમિકસ પધ્ધતિથી કામગીરી તમામ
વિસ્તારમાં કરવામાં આવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.