ફારાહની માતાના નિધન બાદ સાંત્વના આપવા પહોંચ્યો શાહરુખ:પત્ની ગૌરી અને પુત્રી સુહાના પણ જોવા મળ્યા, શિલ્પા-રાની સહિત ઘણા સેલેબ્સ ઘરે પહોંચ્યા - At This Time

ફારાહની માતાના નિધન બાદ સાંત્વના આપવા પહોંચ્યો શાહરુખ:પત્ની ગૌરી અને પુત્રી સુહાના પણ જોવા મળ્યા, શિલ્પા-રાની સહિત ઘણા સેલેબ્સ ઘરે પહોંચ્યા


બોલિવૂડની પ્રખ્યાત નિર્દેશક અને કોરિયોગ્રાફર ફારાહ ખાનની માતા મેનકા ઈરાનીનું શનિવારે નિધન થયું છે. ફારાહના આ મુશ્કેલ સમયમાં બેસ્ટ ફ્રેન્ડ શાહરુખ ખાન મોડી રાત્રે તેમને મળવા આવ્યો હતો. શાહરુખની પત્ની ગૌરી ખાન અને પુત્રી સુહાના પણ હાજર હતી. ફારાહ શાહરુખને ડ્રોપ કરવા આવી હતી
અભિનેતા અને તેનો પરિવાર અહીં લગભગ એક કલાક રોકાયો હતો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે ફરાહ તેને બિલ્ડીંગમાં નીચે સુધી મૂકવા આવી હતી. આ પહેલીવાર હતું જ્યારે ફારાહ તેમની માતાના મૃત્યુ પછી મીડિયા સામે આવી હતી. શિલ્પા અને રાની સહિત ઘણા સેલેબ્સ મળવા આવ્યા હતા
શાહરૂખ ઉપરાંત શિલ્પા શેટ્ટી, રાની મુખર્જી, નીલમ કોઠારી, સીમા સજદેહ, મનીષ પોલ અને રેપર એમસી સ્ટેન પણ ફરાહને મળવા આવ્યા હતા. આ પહેલાં ફારાહની માતાના અંતિમ સંસ્કારમાં સલમાન ખાનના પિતા સલીમ ખાન અને ફરદીન ખાન સહિત ઘણા સેલેબ્સ પણ સામેલ થયા હતા. મેનકા ઈરાની ઘણા સમયથી બીમાર હતા
મેનકા ઈરાનીની ઉંમર 79 વર્ષની હતી અને લાંબા સમયથી બીમાર હતા. તેમની મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. થોડા દિવસ પહેલાં જ રજા આપવામાં આવી હતી અને ઘરે આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેની તબિયત બગડી હતી. રિકવરી પછી પણ તેમને બચાવી શકાયા નહતા. તેમણે શનિવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.