NDA 298 પાર, શું INDIA પણ બનાવી શકે સરકાર?:તૃણમૂલના 31 સાંસદનું સમર્થન નિશ્ચિત, નીતિશના 15 સાંસદનો સાથ મળે તો બની શકે સરકાર; પ્રયાસો શરૂ - At This Time

NDA 298 પાર, શું INDIA પણ બનાવી શકે સરકાર?:તૃણમૂલના 31 સાંસદનું સમર્થન નિશ્ચિત, નીતિશના 15 સાંસદનો સાથ મળે તો બની શકે સરકાર; પ્રયાસો શરૂ


લોકસભાની 542 બેઠક માટે મતગણતરી ચાલી રહી છે. બપોરે 1 વાગ્યા સુધીનાં વલણો દર્શાવે છે કે NDAને 290 બેઠક મળી રહી છે, જ્યારે INDIAને 220 સીટો પર લીડ મળી છે. બહુમતીનો આંકડો 272 છે. ભાજપ ગઠબંધનને બહુમતી મળી રહી હોય એવું લાગી રહ્યું છે, પરંતુ શું INDIAમાં પણ સરકાર રચાય એવી શક્યતા છે, આ ટેબલ પરથી રાજકીય ગણિત સમજો... લોકસભાની કુલ બેઠકો: 543 બહુમતીનો આંકડો: 272 જો INDIAને 200 બેઠક મળે છે તો તે બહુમતીથી 72 બેઠક ઓછી પડે છે. આવી સ્થિતિમાં બહુમતી માટે તેણે વર્તમાન સીટ શેરિંગની બહાર ભાગીદારો શોધવા પડશે. આ ત્રણ મોટા સંભવિત ભાગીદારો છે... 1. તૃણમૂલ: 31 સાંસદ
જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં INDIA બ્લોકની રચના કરવામાં આવી હતી, ત્યારે મમતા બેનર્જી તેની બેઠકમાં સામેલ થયાં હતાં. તેમણે જ INDIAના કન્વીનર માટે કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુનનું નામ સૂચવ્યું હતું. જોકે બંગાળમાં સીટની વહેંચણીના મુદ્દે તૃણમૂલ અને કોંગ્રેસ વચ્ચે કોઈ સહમતી ન હતી અને બંનેએ અલગથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેઓ INDIAની સાથે છે, તેથી જો સરકાર બનાવવાનો સમય આવે તો તૃણમૂલ ગઠબંધનને સમર્થન આપી શકે છે. 2. JDU: 15 સાંસદ
બિહારમાં ભાજપે જાન્યુઆરી 2024માં JDU સાથે મળીને સરકાર બનાવી હતી. અગાઉ નીતિશ આરજેડી અને કોંગ્રેસની ગઠબંધન સરકારના વડા હતા. નીતિશે જ પટનામાં INDIA બ્લોકની પ્રથમ બેઠકનું આયોજન કર્યું હતું. નીતિશે મહાગઠબંધન છોડ્યું ત્યારે પણ લાલુએ તેમની વાપસીની શક્યતા વ્યક્ત કરી હતી. આવી સ્થિતિમાં જો INDIA બ્લોક નીતિશને સારી સ્થિતિ આપે છે તો તેઓ પાછા આવી શકે છે. 3. તેલુગુ દેશમ: 16 સાંસદ
આંધ્રપ્રદેશમાં ભાજપ અને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. રાજ્ય વિધાનસભાની કુલ 175 બેઠકમાંથી TDP 130થી વધુ બેઠકો જીતે એવી શક્યતા છે, જ્યારે ભાજપ 7 બેઠક પર આગળ છે. TDPના 16 સાંસદ લોકસભા ચૂંટણીમાં જીતની નજીક છે. દક્ષિણમાં ટીડીપીના અસરકારક પ્રદર્શન બાદ કોંગ્રેસ નાયડુને સાથે લાવવાનો પ્રયાસ કરી શકે છે. તેના બદલામાં ચંદ્રાબાબુ આંધ્ર માટે વિશેષ દરજ્જાની માગ કરી શકે છે. ટીડીપી કોંગ્રેસ સાથે હાથ મિલાવે એવી પણ શક્યતા છે, કારણ કે લોકસભા ચૂંટણીના માત્ર 9 મહિના પહેલાં સપ્ટેમ્બર 2023માં નાયડુને 14 દિવસ માટે જેલમાં મોકલવામાં આવ્યા હતા. સરકાર રચવા માટે ચાલી રહેલી કવાયત વિશે જાણો આ બ્લોગમાં...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.