સીબીઆઇ, ઇડી પછી લોકપાલે સોરેન પરિવારની મુશ્કેલી વધારી - At This Time

સીબીઆઇ, ઇડી પછી લોકપાલે સોરેન પરિવારની મુશ્કેલી વધારી


રાંચી,
તા. ૧૧ સીબીઆઇ, ઇડી પછી હવે
લોકપાલે ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો)ના સુપ્રીમો શિબૂ સોરેન અને તેમના
પરિવાર  વિરુદ્ધ ગેરકાયદે કમાણી કરવા અને
બેનામી સંપત્તિ ખરીદવાના કેસમાં નોટીસ ફટકારી છે. શિબુ  સોરેનને આ
કેસમાં ૨૫ ઓગસ્ટે સવારે ૧૧.૩૦ વાગ્યે સ્વયં અથવા વકીલના માધ્યમથી હાજર રહીને
પોતાનો જવાબ આપવો પડશે. લોકપાલ ઇન્ડિયાની સંપૂર્ણ ખંડપીઠે આ સંબધમાં આદેશ જારી
કર્યોૌ છે. લોકપાલે આ કેસમાં સીબીઆઇના પ્રાથમિત તપાસ રિપોર્ટ, ફરિયાદની કોપી
અને નોટિસ પણ મોકલી છે. ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ શિબૂ સોરેન અને તેમના પરિવાર પર ભ્રષ્ટાચાર
દ્વારા અનેક સંપત્તિનું સર્જન કરવા,
આવકથી વધુ સંપત્તિનું સર્જન કરવા અને સ્થિર મિલકતોની ખરીદી કરવાની ફરિયાદ દાખલ
કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે લોકપાલે ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ
સીબીઆઇએ પ્રાથમિક તપાસ દાખલ કરાવી છ મહિનામા અહેવાલ સુપ્રત કરવાનો આદેશ આપ્યો હતો.
સીબીઆઇએ આ કેસમાં તપાસ માટે વધારે સમયની માગ કરી હતી. જો કે ૧ માર્ચ,
૨૦૨૧ના રોજ પ્રથમ પ્રાથમિક તપાસનો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો. એક જુલાઇ, ૨૦૨૧ના રોજ
સીબીઆઇએ સોરન પરિવારની સંપૂર્ણ વિગત,
આવકવેરા રિટર્ન લોકપાલને સોંપ્યા હતાં.    

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.