તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ઢસા (જં)ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું. - At This Time

તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ઢસા (જં)ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું.


તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા ઢસા (જં)ગામમાં શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું.

માહિતી બ્યુરો, બોટાદ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ડો. જીન્સી રોય તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુડાનીયા અને આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારીશ્રી ડો.એ.કે.સિંગની અધ્યક્ષતામાં બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ દ્વારા તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી માંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા ઢસા (જં)ગામમાં શાળા પાસે ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વેચતા વેપારીઓ, પાન-ગલ્લા પાર્લર વગેરે 11 સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 5 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.900નો દંડ વસુલવામાં આવ્યો હતો, ઉપરાંત તમાકુથી થતાં નુકસાન અંગેની માહિતી આપતાં પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે કે કેમ તેની ચકાસણી કરાઇ હતી.

આ કામગીરીમાં પ્રા.આ.કે માંડવાના મેડીકલ ઓફિસર ડૉ.ભાવેશ અંજારા તેમજ પ્રા.આ.કેન્દ્ર સુપરવાઈઝર શ્રી મુકેશભાઈ મારુ, પોલીસ વિભાગના પોલીસ કોન્સ્ટેબલ કાર્તિકકુમાર જાની, પોલીસ કોન્સ્ટેબલ નિતેશભાઈ સિંધવ, પોલીસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ લંગાળીયા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી, તેમ મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.