અપહરણનાં ગુનામાં 4 માસથી ફરાર યુવક અને ભોગ બનનારને શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ
રાજકોટ યુનિવર્સિટી પોલીસમાં ચાર મહિના અગાઉ અપહરણની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કૌશિક સોલંકી નામના યુવકે ફરિયાદીની સગીરા વયની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કર્યાનું સામે આવ્યું હતું. આ અંગેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવતા ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કૌશિક સોલંકી અને ભોગ બનનાર સગીરાને મુંજકા નજીકથી ઝડપી પાડ્યો હતો અને સગીરાનો કબ્જો તેના પિતાને સોંપી આરોપીનો કબ્જો યુનિવર્સિટી પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. પોલીસની આ કાર્યવાહીને લઈ સગીરાનાં પિતાએ પોલીસનો આભાર માન્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.