શ્યામનગરમાં આર્થિક ભીંસથી કંટાળી ફીનાઇલ ગટગટાવ્યું
ગાંધીગ્રામમાં આવેલ શ્યામનગરમાં રહેતાં જગદીશ કાળુભાઇ વાઘેલા (ઉ.વ.32) એ ગતરોજ પોતાના ઘરે ફીનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. વધુમાં મળેલ વિગત અનુસાર, જગદીશભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે અને તેની પર દેણું થઈ જતાં તે ચુકવવાની ચિંતામાં પગલું ભરી લીધું હતું. યુવકને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.