બોટાદના મુખ્ય માર્ગોની હાલત અત્યંત કફોડી અંડરબ્રીજમાં ખાડાઓ અને પાણીનું સામ્રાજ્ય હવે શહેરની સ્થિતિ એવી છે કે રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તો શોધવો પડે - At This Time

બોટાદના મુખ્ય માર્ગોની હાલત અત્યંત કફોડી અંડરબ્રીજમાં ખાડાઓ અને પાણીનું સામ્રાજ્ય હવે શહેરની સ્થિતિ એવી છે કે રસ્તામાં ખાડા નહીં, ખાડામાં રસ્તો શોધવો પડે


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લા સરકારી આવાસ બહાર મોટા મોટા ખાડા ઓ ના રાજ?શું તંત્ર દ્વારા કરાઇ રહ્યા છે આંખ આડા કાન..?કે પછી જોવાઇ રહી છે કોઈ મોટા અકસ્માતની રાહ..?બોટાદ શહેરના મુખ્ય તમામ માર્ગોની હાલત અત્યંત કફોડી બની રહી છે. અંડર બ્રિજ પાસેથી રસ્તાની કઠણાઇ શરૂ થઇ જાય છે, ખાડામાં રસ્તો શોધવો પડે તેવી હાલત છે અને આવા ભંગાર રસ્તા નવા આવતા મુસાફરો અને વાહનચાલકોનું સ્વાગત કરે છે. અત્યારના સંજોગોમાં ચાલવા યોગ્ય રસ્તા બનાવવામાં આવે તેવી માગણી ઉઠવા પામી છે,બોટાદ શહેરના રોડ રસ્તાની હાલત ખૂબ જ કફોડી બની છે, બોટાદ શહેરના પ્રવેશવાના મુખ્ય માર્ગો અન્ય ગામો અને શહેરને જોડતા રસ્તાઓની ભારે દુર્દશા છે, બોટાદના મોટાભાગના મુખ્ય માર્ગો ખૂબ જ ખરાબ હાલતમાં થઈ ગયા છે રસ્તા પર ખાડા છે કે પછી ખાડામાં રસ્તો એ શોધવું મુશ્કેલ થઈ પડ્યું છે તંત્ર વાહકો દ્વારા બિસ્માર રસ્તાની સમસ્યા હલ કરવા લોક માંગ ઉઠવા પામી છે. બોટાદના નગરજનો શહેરને હવે લોકો ખાડાની નગરી તરીકે સંબોધી રહ્યા છે ત્યારે તંત્ર એ હવે શરમ અનુભવી જોઈએ. છાશ વારે આવા રોડ રસ્તાને લીધે નાના મોટા અકસ્માતો સર્જાય છે વાહન ચાલકોને ખરાબ રસ્તાના કારણે તેમના વાહનોમાં ખરાબીઓ આવી રહી છે, પગપાળા ચાલીને જતા બાળકો મહિલાઓ કે વૃદ્ધોએ પણ અકસ્માતના ભયથી રસ્તા પર ચાલવું પડી રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.