ધંધુકા તાલુકાના સરવાળ ગામે મકાનમાંથી ૪.૮૪ લાખના દાગીનાની ચોરી. - At This Time

ધંધુકા તાલુકાના સરવાળ ગામે મકાનમાંથી ૪.૮૪ લાખના દાગીનાની ચોરી.


ધંધુકા તાલુકાના સરવાળ ગામે મકાનમાંથી ૪.૮૪ લાખના દાગીનાની ચોરી.
મકાનમાં સર સામાન વેરણ છેરણ કરી તસ્કરો સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી રફુચક્કર.
ધંધુકા તાલુકાના સરવાળ ગામે ગઈકાલે ધોળા દિવસે તસ્કરો બંધ મકાનના તાળા તોડી લાખોના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર બનતા ચક્ચાર મચી જવા પામી હતી . “ જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘસી ગયો હતો.મકાન માલિક અમદાવાદ દવાખાનાના કામથી ગયા હતા.જ્યારે બપોરે પુત્ર ધોળકા માતાને તેડવા માટે ગયો તે વેળાએ માત્ર સવા કલાકમાં જ તસ્કરોએ કસબ અજમાવ્યો હતો . ‘ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ધંધુકા તાલુકાના સરવાળ ગામે રહેતા અરવિંદસિંહ અગરસિંહ લીબોલાએ ધંધુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાવી હતી કે , ગઈકાલે સવારના નવ ક્લાકના તેઓ તેના કાકા જોરહ્માને અમદાવાદ બોપલ વિસ્તારમાં આવેલ કિસ્સ હોસ્પિટલ દેખાડવા માટે નિકળ્યા હતા . જ્યારે તેઓના પત્ની ધોળકા ગયા હતા.તે સમયે બપોરના ૧૨.૦૦ વાગ્યાના અરસા દરમિયાન તેઓના પુત્ર દિવ્યરાજ સિંહ તેના તેડવા ધોળકા ગયો હતો.તે અરસા દરમિયાન ધોળા દિવસે માત્ર સવા કલાકના અરસા દરમિયાન અજાણ્યા શખ્સોએ તેઓના મકાનના તાળા તોડી ગેરકાયદે પ્રવેશ કરી મકાનનો સર સામાન વેરવિખેર કરી નાખી કબાટમાં રાખેલ ઘરેણા સોનાનો હાર , એક બુટ્ટી , સોનાનો ટીકો , મંગળસુત્ર , બે સોનાની નાના છોકરાની વિટી , સોનાનું છોકરાનું ઓમ નું ચક્કુ , છ સોનાના નાના દાણા , બે સોનાની કાનમાં પહેરવાની નખલીઓ , બે જોડી કાનમાં પહેરવાની સર , ચાંદીનો કમરમાં પહેરવાનો જુડો , એક જોડ દોડીયા , ચાંદીનો જુડો , છોકરાના દોડીયા , ચાંદીના છડા , ચાર છવીડીયા , બે ચાંદીની વીંટી મળી કુલ રુપિયા ૪.૮૪ લાખના દાગીનાની ચોરી કરી નાસી છુટયા હતા.આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.