આજી નદીના વ્હેણમાં તણાતા લોકોને સફળતાપૂર્વક બચાવાયા -ઘટનાના અંતે પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે મોકડ્રિલ યોજાયેલી હોવાનું જાહેર - At This Time

આજી નદીના વ્હેણમાં તણાતા લોકોને સફળતાપૂર્વક બચાવાયા -ઘટનાના અંતે પ્રિ-મોન્સુન કામગીરી સંદર્ભે મોકડ્રિલ યોજાયેલી હોવાનું જાહેર


રાજકોટ તા. ૨૦ જૂન - રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રિ-મોન્સુન કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીની ચકાસણી કરવા માટે મોકડ્રિલનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજકોટ તાલુકામાં કસ્તુબાધામ ગામની નજીક આવેલ કોઝવેના નીચાણવાળા વિસ્તારમાં નદીના પુરમાં ફસાયેલા લોકોને સલામત રીતે બચાવી લેવામાં આવ્યાં હતા. ત્યારબાદ આ ઘટના મોકડ્રિલ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
આ સમયે તંત્ર દ્વારા લોકોને સફળતાપૂર્વક નદીના ધોધમાર વહેણમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે ફાયર, આરોગ્ય, પોલીસ, મામલતદાર કચેરી, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ટીમ દોડી આવી હતી. આખરે આ ઘટના મોકડ્રિલ હોવાનું ખુલતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.