ભાવનગર જિલ્લાના લાખો પશુપાલકોની જીવાદોરી સમાન સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં ભાવવધારો “પહેલી માર્ચથી જિલ્લાના દૂધ ઉત્પાદકોને મળશે કીલો ફેટે રૂાં. ૭.૮૦ /
શ્રી ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરી ના ચેરમેનશ્રી મહેન્દ્રભાઈ
પનોતના અધ્યક્ષ સ્થાને તા. ૨૮/૦૨/૨૦૨૪ના રોજ નિયામક મંડળની મિટિંગ મળી. જેમાં
તમામ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. દુધના ખરીદભાવ અંગે ચર્ચા થતાં, હાલ
ઉનાળાની શરૂઆત દરમ્યાન પશુની દૂધ ઉત્પાદકતામાં થયેલ ઘટાડાને ધ્યાનમાં લઇ પશુપાલન
વધારે નફાકારક બને તેમજ સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલ પશુપાલક પરિવારોનું જીવનધોરણ
દૂધના વ્યવસાય થકી ઊંચુ આવે તેવા હરહંમેશ પ્રયત્નો કરી જિલ્લાના છેવાડાના લોકો સુધી
વધારે વળતર મળે તેવા શુભ આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરવામાં આવેલ છે.
હાલ કીલોફેટે રૂ।. ૭૬૦ /- ચૂકવાય રહ્યા છે તેમાં રૂાં. .૨૦/- નો વધારો કરી તા.
૦૧/૦૩/૨૦૨૪ થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ।. ૭.૮૦/- કરવામાં આવેલ છે. આ
ભાવવધારાથી માર્ચ મહિનામાં દૂધ ઉત્પાદકોને બે કરોડ જેટલી વધારે રકમ મળશે, રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.