વિસાવદર તાલુકાના પિયાવા (ગીર )ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
વિસાવદર તાલુકાના પિયાવા (ગીર )ગામે ગાજવીજ સાથે કમોસમી વરસાદ.
વિસાવદર તાલુકા ના પિયાવા ગીર ગામે આજે બપોરે વાદળ છાયું વાતાવરણ થતા અને હવામાન વિભાગ ની આગાહી મુજબ બપોરે એક વાગ્યે પવન સાથે પિયાવા ગીર ખાતે વરસાદ તૂટી પડ્યો હતો અને અંદાજે એકાદ ઈચ જેટલો કમોસમી વરસાદ પડતા તલ તેમજ કેરીના પાકને નુકસાન થયેલ હતું આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે બપોરના એક વાગે અચાનક વાતાવરણ બદલી ગયું હતું. એકાએક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની જડી પડી હતી. સાથે પાવનના સુસવાટા અને વાવાજોડા જેવા વાતાવરણ સાથે વરસાદ પડ્યો હતો.
આ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાજનક બન્યો છે. હાલ ખેતરોમાં પાકને નુકશાન થવાની ભીતિ ઉભી થઇ છે.આ સાથે વિસાવદર ના ગ્રામ્ય વિસ્તાર મા વરસાદ પડ્યો હતો. જેને કારણે ખેડૂતોનો મોલ તલ કેરી જેવા પાકો હવે ત્યાર થવામાં આવ્યા છે તેમાં નુકસાની વેઠવાનો વારો આવીગયો ગયો છે. આ કમોસમી વરસાદને કારણે દરેક આમ પ્રજાને પણ નુકશાનકારક બન્યો છે.ત્યારે ખેડૂતો ની સાથે આમ જનતા મા પણ ચિંતાનું મોજું ફરીવળ્યું છે.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.