નિયમોની ઐસી તૈસી કરનાર 5 ડ્રાઇવિંગ સ્કૂલ વાહન ડિટેન - At This Time

નિયમોની ઐસી તૈસી કરનાર 5 ડ્રાઇવિંગ સ્કૂલ વાહન ડિટેન


ડ્રાઇવિંગ સ્કૂલોએ RTOમાં નોંધ કરાવી ન હતી

રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ડ્રાઇવિંગ સ્કૂલોમાં ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે મંગળવારે આરટીઓ કચેરીએ હાથ ધરેલી તપાસમાં ગેરરીતિઓ જણાતા પાંચ ડ્રાઇવિંગ સ્કૂલના વાહનો ડિટેન કરી કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો દ્વારા કરવામાં આવતી ગેરરીતિઓ અંગે અગાઉ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. જે ફરિયાદને પગલે આરટીઓ કે.એમ.ખપેડ દ્વારા તેમના અધિકારીઓને રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલતી ડ્રાઇવિંગ સ્કૂલ પર તપાસ કરવા આદેશ કર્યા હતા. થોડા દિવસ પહેલાં જ તપાસ દરમિયાન ડ્રાઇવિંગ સ્કૂલમાં અનેક ગેરરીતિઓ જોવા મળતા કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.