જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મુક્તિધામ ખાતે મિશન ગો ગ્રીન અંતર્ગત પર્યાવરણ શિબિર યોજાઈ - At This Time

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મુક્તિધામ ખાતે મિશન ગો ગ્રીન અંતર્ગત પર્યાવરણ શિબિર યોજાઈ


જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા મુક્તિધામ ખાતે મિશન ગો ગ્રીન અંતર્ગત પર્યાવરણ શિબિર યોજાઈ

બોટાદ શહેરમાં સમાજ સેવા ક્ષેત્રે છેલ્લા ૩૦ વર્ષથી કાર્યરત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા જાયન્ટસ સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.રતિલાલ ગજેરાની પુણ્યતિથિ અંતર્ગત બોટાદ મુક્તિધામ ખાતે ભગવાન પરા પ્રા.શાળાના ૧૨૫ જેટલા વિદ્યાર્થીઓ ની પર્યાવરણ શિબિર યોજાઈ આપ્રસંગે મુક્તિધામના પ્રણેતા જાયન્ટ્સ ફેડરેશન યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા દ્વારા શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવનમાં આવેલ દિવ્ય ઔષધીય વનસ્પતિનો પરિચય અને ઉપયોગ વિશે સુંદર માહિતી આપેલ.જાયન્ટ્સ ફેડરેશનના ખાસ કાર્યક્રમ પસ્તીસે પર્યાવરણ મિશન ગો ગ્રીન અંતર્ગત પર્યાવરણ સંરક્ષણ અને વધુ વૃક્ષો વાવવા પર વ્યક્તવ્ય આપેલ આ કાર્યક્રમ માં જાયન્ટસ વેલ્ફેર ૩/બીના ઉપ પ્રમુખ કેતનભાઈ રોજેસરા,યુનિટ ડીરેકટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા,પ્રોજેક્ટ ચેરમેન દર્શનભાઈ પટેલ,અતુલભાઈ વાઘેલા, વિજયભાઈ ગઢીયા,કાનજીભાઇ પટેલ,જયેશભાઇ ચાવડા ઉપસ્થીત રહેલ વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર મુક્તિધામ પરિસર માંથી પ્લાસ્ટિક કચરો એકત્ર કરવામાં આવેલ.તમામ વિદ્યાર્થીઓને ડેરી મિલ્ક ચોકલેટ આપવામાં આવેલ.

રિપોર્ટ નિકુંજ ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.