ગાંધીનગર ચ રોડની રિપેરિંગ કામગીરી પાટનગર યોજના વિભાગે શરૂ કરી
મેટ્રોની લાઈનના કારણે ચ-0 થી ચ-3 રોડની હાલત બિસમાર બની ગઈ હતી. જેના કારણે વાહનચાલકોને પસાર થતી વખતે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જો કે મેટ્રોની કામગીરી અને વરસાદની સીઝન શરૂ હોવાના કારણે મેટ્રો દ્વારા રોડનું સમારકામ શરૂ કરાયું ન હતું. પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના જેટલાં રોડ પર મેટ્રોની કામગીરી હાથ ધરવામાં આવી છે, તે તમામ રોડને તેની મૂળ પહોળાઈમાં જ સમારકામ કરવા મેટ્રોના સત્તાધીશો દ્વારા હાથ અધ્ધર કરી દિધાં હોય ના છૂટકે પાટનગર યોજના વિભાગે ચ રોડ પર સમારકામની કામગીરી કામચલાઉ ધોરણે શરૂ કરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.