ગુજરાત યુનિ. માં ખાનગી કોર્ષ ચલાવવા થશે કરાર આધારિત પ્રોફેસરની ભરતી કરશે
ગુજરાત યુનિવર્સિટીમાં પૂર્વ કુલપતિ દ્વારા અનેક ખાનગી કોર્ષ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં ખાનગી કંપનીઓ પણ ભાગીદાર હતી ત્યારે અત્યારના કુલપતિ દ્વારા અનેક ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં ખાનગી કંપનીઓ દૂર કરીને ખાનગી કોર્ષ ચલાવવા યુનિવર્સિટી દ્વારા જ 11 મહિનાના કરાર આધારિત પ્રોફેસરની ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી અને કંપનીઓ અંગેનું જ્ઞાન મળે તે માટે પ્રેક્ટિસ ઓફ પ્રોફેસર POPની નિમણૂક કરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.