ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમ બનાવવા, ઊંચા કરવા, ઊંડા કરવા રિપેર કરવા ની પ્રવૃત્તિ વેગ માં. "જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા ની પ્રવૃત્તિ મંદિર બાંધવા સમાંતર - At This Time

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમ બનાવવા, ઊંચા કરવા, ઊંડા કરવા રિપેર કરવા ની પ્રવૃત્તિ વેગ માં. “જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા ની પ્રવૃત્તિ મંદિર બાંધવા સમાંતર


ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા નવા ચેકડેમ બનાવવા, ઊંચા કરવા, ઊંડા કરવા રિપેર કરવા ની પ્રવૃત્તિ વેગ માં.
"જળ સંસાધન ના સાધનો બાંધવા નિભાવવા ની પ્રવૃત્તિ મંદિર બાંધવા સમાંતર"

રાજકોટ ખીરસરા GIDC માં અમૃત સરોવરના ભાગ રુપે ચોમાસું ચાલુ થતા પહેલા વિશાળ ચેકડેમ ઊંડો કરીને પ્રસાદી રુપે વરસાદી પાણીના સ્ટોકથી કાયમી પાણી પ્રશ્ન હલ કરાશે.
વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગની ખૂબ જ વાતો થાય છે. એની અસરો ઓછી કરવાનાં પ્રયત્નો પણ ઘણી જગ્યાએ વધતાં-ઓછાં અંશે થતાં જ હોય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પાછલાં છ માસથી નવા ચેકડેમ બનાવવા, ઊંચા કરવા, ઊંડા કરવા તથા રિપેર કરવાનું પર્યાવરણ લક્ષી ઉમદા કાર્ય કરી રહ્યા છે. ખીરસરા GIDC ની જ વાત કરીએ તો ઉદ્યોગોના વિકાસ માટે પાણી અનિવાર્ય પરિબળ છે, પરંતુ આપણે સૌ એની વિકટ સમસ્યા અનુભવી રહ્યાં છીએ, જો તળાવ ઊંડું કરીએ તો પાણી પ્રશ્ન પણ હલ થશે અને સાથે સાથે માટીથી ભરતી ખાડાઓમાં ભરી દેવામાં આવે તો એકસાથે બે કામ થાય તેમ છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા તેમજ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબના અમૃત સરોવર યોજના ના ભાગરૂપે ખીરસરા જીઆઇડીસીમાં વિશાળ એવો ૧૮ એકરમાં અને ચેકડેમને ૧૫ ફૂટ ઊંડો કરવામાં આવી રહ્યો છે, જેમાં એકજ વરસાદમાં લગભગ ૧૨ કરોડ લિટરથી વધુ પાણીનો જથ્થો સમાઈ જશે અને જો પાંચ થી સાત વખત વરસાદ થાય તો ખૂબ જ મોટો વરસાદી પાણીનો જથ્થો તળમાં ઉતરશે જે GIDC અને ઉધ્યોગઓને હમેશા માટે ઉપયોગમાં આવશે અને અનેક જીવજંતુ, પશુ-પક્ષી અને પ્રકૃતિની ખૂબ મોટી રક્ષા થશે અને ટ્રસ્ટ પોતાના અનુભવનો સાથે આ કાર્ય વહેલામાં વહેલી તકે પૂર્ણ કરશે.
આ ચેકડેમ ઊંડો અને ઊંચો કરવા માટે મિટિંગનું આયોજન થયેલ હતું જેમાં જીઆઇડીસીના દરેક મેમ્બરો, આગેવાનો અને દાતાશ્રીઓ જોડાયા અને કોઈ ના કોઈ રીતે સહયોગ આપવા માટે ખાતરી આપેલ છે. જે મિટિંગમાં રાજકોટના માનનીય પૂર્વ સાંસદશ્રી વલ્લભભાઈ કથીરિયા સાહેબ, રાજકોટ લોધિકા સંઘના પ્રમુખશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, માજી ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જમનભાઈ ડેકોરગ્રુપ, રમેશભાઈ ઠક્કર-ગીરીરાજ હોસ્પિટલ, મનહરભાઈ બાબરીયા, વીરાભાઇ હુંબલ, મહેશભાઈ કારેથા – વિકાસ, મામલતદારશ્રી વસોયા સાહેબ, ખીરસરા જીઆઇડીસી ના પ્રમુખશ્રી પ્રશાંતભાઈ સૂચક, ઉપપ્રમુખશ્રી રાજેશભાઈ અકબરી, સેક્રેટરીશ્રી જયભાઈ પાઠક, ખજાનચી હાર્દિકભાઈ વાછાણી, કમિટી મેમ્બરો – ફાલ્ગુનભાઈ ચાંગેલા, જીગ્નેશભાઈ મેંદપરા, પ્રતિકભાઈ સિદ્ધપરા, જયેશભાઈ પરમાર, શૈલેષભાઈ દવે, નિલેશભાઈ ડોબરીયા, પ્રફુલભાઈ દેસાઈ, જીઆઇડીસીના ઓફિસરો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, પ્લોટ હોલ્ડરો તેમજ ગીરગંગા પરીવાર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ જોડાયા હતા.
વધુ માહિતી માટે દિલીપભાઇ સખીયા (મો. ૯૪૨૭૨૦૭૮૬૮), દિનેશભાઈ પટેલ (મો.૯૮૨૪૨૩૮૭૮૫) સંપર્ક કરવા વિનંતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.