બોટાદ સાળંગપુર રોડ પર દબાણ કરતાં લોકોમાં ફફડાટ
બોટાદ સાળંગપુર રોડ પર દબાણ કરતાં લોકોમાં ફફડાટ
બોટાદ પ્રાંત અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ સ્ટાફ સાથે રાખીને સાળંગપુર રોડ પર ગત રાત્રે વિઝીટ કરાઈ હતી જેમાં દુકાનો તેમજ ચાની કીટલીઓ ગલ્લાઓ તેમજ ખાણીપીણી હોટલોની વિઝીટ કરાઈ હતી જેમાં પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર દ્વારા સ્વચ્છતા અંગે સૂચનો કરાયા હતા તેમજ દંડકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી જેમાં પ્લાસ્ટિકના ઝબલા ઉપયોગ ન કરવા સૂચના આપી સ્વચ્છતા રાખવા તેમજ દબાણ કરતાં લોકોને બે દિવસમાં સરકારી જમીનનું દબાણ દૂર કરવા સૂચનાઓ આપી હતી દુકાનો દ્વારા તેમજ સરકારી જમીન પર દબાણ કરતાં લોકો દ્વારા દૂર કરવામાં નહીં આવે તો બે દિવસનો સમયમાં તમામ દબાણ કરનાર લોકો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમજ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવેશે જેવું બોટાદ પ્રાંત અધિકારીએ ચીફ ઓફિસર અને નગરપાલિકાના સ્ટાફ ની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું જેથી કરી દબાણ કરતાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
રિપોર્ટ અસરફ જાંગડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.