પંડીત દીન દયાળ પ્રાથમિક શાળા નં-૧,બોટાદમાં બાલમેળો : શિક્ષણને અનુભવ સાથે જોડવાનો અનોખો પ્રયાસ
પંડીત દીન દયાળ પ્રાથમિક શાળા નં-૧, બોટાદમાં આજે ધોરણ ૧ થી ૫ બાલમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાલમેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને શીખતાં કરતાં શીખવવાનો હતો. બાળકોએ ચિત્રકામ, રંગ પૂરણી, મોહરા બનાવવા, ફૂલ બનાવવા,૧મિનિટ રમતો, સંગીત,વેસ્ટ માંથી બેસ્ટ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. આ ઉપરાંત, સંગીત અને ગીતોના કાર્યક્રમોએ પણ બાળકોને આકર્ષ્યા હતા. શાળાના શિક્ષકો રાજેશભાઈ,નયનભાઈ, કાંતિભાઈ હમીરાણી, લીલાબેન અને ધૃતિ બેને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ બાલમેળા દ્વારા શાળાએ એ વાત સ્પષ્ટ કરી કે શિક્ષણ માત્ર પુસ્તકો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમાં અનુભવ મેળવવા અને તેને જીવનમાં ઉપયોગમાં લેવાની ક્ષમતાનો વિકાસ કરવો પણ સમાવિષ્ટ છે. શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આ બાલમેળાને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.