ઓફલાઈન ઓન ધી સ્પોટ રાઉન્ડ તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ થી શરૂ
ઓફલાઈન ઓન ધી સ્પોટ રાઉન્ડ તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ થી શરૂ
ગઢડાની ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓગસ્ટ-૨૦૨૨ ના એડમીશનના ઓફલાઈન ઓન ધી સ્પોટ રાઉન્ડ તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૨ થી શરૂ
ઔધોગિક તાલીમ સંસ્થા- ગઢડામાં ઓગસ્ટ-૨૦૨૨ માં એડમીશનના ઓફલાઈન ઓન ધી સ્પોટ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક ઉમેદવારો તા. ૨૭/૦૮/૨૦૨૨ થી ૩૧/૦૮/૨૦૨૨ દરમિયાન સંસ્થા ખાતે એડમીશન કાર્ય શરુ હોઈ ધો. ૮ થી ૧૦ પાસ ઉમેદવારોએ માર્કશીટ, એલ. સી, જાતિનો દાખલો વગેરે જેવા જરુરી પ્રમાણપત્રો અને SC, ST ઉમેદવારો, મહીલા તથા દિવ્યાંગ ઉમેદવારોએ ફક્ત CMD ફી રૂ. ૨૫૦ અને તે સિવાયના ઉમેદવારોએ CMD અને ટ્યુશન ફી રૂ. ૮૫૦ સાથે રુબરુ આવવુ.
ગઢડાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કોપા, ફીટર, મિકેનિક ડીઝલ, વાયરમેન, ટુ વ્હીલર ઓટો રીપેરર ટ્રેડ હાલમાં કાર્યરત છે. જેની સર્વોએ નોંધ લેવા અને વધુ માહિતી માટે ITI, ગઢડા, હરીપર રોડ ખાતે રૂબરૂ સંપર્ક સાધવો તેમ, ગઢડા ITI ના આચાર્યશ્રી તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Report, Nikunj Chauhan Botad 7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.