રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નિધન:પૂજામાં સતત મોદીનું માર્ગદર્શન કરેલું, રક્ષાસૂત્ર પહેરાવ્યું ત્યારે મોદી પગે લાગેલાં - At This Time

રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરાવનાર આચાર્યનું નિધન:પૂજામાં સતત મોદીનું માર્ગદર્શન કરેલું, રક્ષાસૂત્ર પહેરાવ્યું ત્યારે મોદી પગે લાગેલાં


અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિતનું શનિવારે સવારે નિધન થઈ ગયું. 86 વર્ષીય આચાર્ય છેલ્લાં થોડાં દિવસથી બીમાર હતા અને ગંભીર બીમારીની ચપેટમાં હતા. લક્ષ્મીકાંત પ્રાણપ્રતિષ્ઠા આયોજનમાં પૂજારીઓની ટીમમાં સામેલ હતા. તેમનો મણિકર્ણિકા ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન લક્ષ્મીકાંત દીક્ષિત મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત થયા હતા. તેમનાં પૂર્વજોએ નાગપુર અને નાસિક રિયાસતોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા હતા. લક્ષ્મીકાંત દીક્ષિત પૂજા પદ્ધતિમાં સિદ્ધહસ્ત અને વારણસીના મીરઘાટ સ્થિત સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહ્યા હતા. લક્ષ્મીકાંતના નિધન પર યૂપીના સીએમ યોગી આદિત્યનાથે પણ દુઃખ વ્યક્ત કર્યું.​​​​​​ PM પ્રાણપ્રતિષ્ઠા પહેલાં આચાર્ય પાસેથી રક્ષાસૂત્ર બંધાવીને પગે લાગ્યા હતા
લક્ષ્મીકાંત દીક્ષિતની અધ્યક્ષતામાં 121 પંડિતોની ટીમે અયોધ્યા અનુષ્ઠાન કર્યું હતું. તેમાં કાશીના 40થી વધારે વિદ્વાન હતા, જે 16 જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠાના અનુષ્ઠાનમાં સામેલ રહ્યા. પ્રાણપ્રતિષ્ઠા પછી મુખ્ય પૂજારી અને આચાર્ય પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતે પીએમ નરેન્દ્ર મોદીને રક્ષાસૂત્ર બાંધ્યું હતું. પીએમે લક્ષ્મીકાંત દીક્ષિતને પગે લાગીને આશીર્વાદ લીધા હતા. મુરાદાબાદમાં જન્મેલાં લક્ષ્મીકાંતને મળ્યા અનેક પુરસ્કાર
શુક્લ યજુર્વેદના ટોચના વિદ્વાન વેદમૂર્તિ લક્ષ્મીકાંત મથુરાનાથ દીક્ષિતનો જન્મ 1942માં મુરાદાબાદ (યુપી)માં થયો હતો. તેમની માતાનું નામ રુક્મિણી અને પિતાનું નામ વેદમૂર્તિ મથુરાનાથ દીક્ષિત હતું. તેઓ નેપાળ સિવાય ભારતના અનેક શહેરોમાં વૈદિક અનુષ્ઠાનોમાં આચાર્ય તરીકે સામેલ થયા. તેમણે વેદ સમ્રાટ, વૈદિક ભૂષણ, વૈદિક રત્ન, દેવી અહિલ્યા બાઈ રાષ્ટ્રીય પુરસ્કાર જેવા અને પુરસ્કાર મળી ચૂક્યા છે. પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું સાંગવેદ મહાવિદ્યાલયમાં આચાર્ય રહ્યા
મીરઘાટ સ્થિત સાંગવેદ મહાવિદ્યાલયના વરિષ્ઠ આચાર્ય રહેલાં લક્ષ્મીકાંત દીક્ષિત વારાણસીના વિદ્વાનોમાં ગણવામાં આવતા હતા. કાશીમાં યજુર્વેદના જ્ઞાતાઓમાં નિષ્ણાત હતા. લક્ષ્મીકાંત દીક્ષિતે વેદ અને અનુષ્ઠાનોની દીક્ષા પોતાના કાકા ગણેશ દીક્ષિત ભટ્ટ પાસેથી લીધી હતી. રામલલ્લા પ્રાણપ્રતિષ્ઠાના પ્રધાન આચાર્ય રહેલાં લક્ષ્મીકાંત
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠાના પ્રધાન અર્ચક તરીકે સામેલ લક્ષ્મીકાંત દીક્ષિતનો પરિવાર અનેક પેઢીઓથી કાશીમાં રહેતો આવ્યો છે. લક્ષ્મીકાંત દીક્ષિતના પૂર્વજોએ નાગપુર અને નાસિક રિયાસતોમાં પણ ધાર્મિક અનુષ્ઠાન કરાવ્યા છે. લક્ષ્મીકાંત દીક્ષિતના દીકરા સુનીલ દીક્ષિતે જણાવ્યું- તેમના પૂર્વજોએ જ શિવજી મહારાજનો રાજ્યાભિષેક કરાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.