બોટાદખાતે આસ્થા સ્નેહનું ઘર દિવ્યાંગ બાળકો દ્વારા વિશ્વ વિકલાંગ દિનની અનોખી ઉજવણી નું કાર્યક્રમ યોજાયો
(અસરફ જાંગડ દ્વારા)
બોટાદમાં મનોદિવ્યાંગ બાળકોને વિના મુલ્યે શિક્ષણ અને જીવન જરૂરી કૌશલ્યની તાલીમ આપતા આસ્થા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સ્નેહનું ઘર દ્વારા આજ રોજ વિશ્વ વિકલાંગ દિનની અનોખી ઉજવણી કરવામાં આવેલ. સંસ્થાના બાળકોએ આજે બોટાદમાં કાર્યરત અલગ અલગ તબીબોની શુભેચ્છા મુલાકાત કરેલ. મુલાકાત દરમ્યાન તબીબને ગુલાબ નું ફૂલ તેમજ આભાર પત્ર આપી બાળકો દ્રારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ. બાળકો ડોકટર ની મુલાકાત લઈ રહ્યા હોય તે ક્ષણ ડોક્ટરો માટે પણ ખૂબ આનંદ દાયક જોવા મળેલ. રોજીંદી ઓપીડી શરુ હોય તે દરમ્યાન સંસ્થાના બાળકોની મુલાકાતને આવકારી બોટાદના તબીબોએ સંસ્થાની પ્રવુતિ વિષે માહિતી મેળવેલ. સંસ્થાના પ્રમુખ પ્રકાશ ભીમાણી દ્રારા જણાવવામાં આવેલ કે આજે વિશ્વ વિકલાંગ દિવસ ત્યારે હર હમેશ કોઈ ને કોઈ રીતે બોટાદના ડોક્ટરો દ્રારા આવા મનો દિવ્યાંગ બાળકોને સારવાર દરમ્યાન મદદ રૂપ બનતા હોય છે ત્યારે આજ રોજ તેમની આ સેવાને લઈ તેમની શુભેચ્છા મુલાકાત નું આયોજન કરવામાં આવેલ. રૂબરૂ મુલાકાત સાથોસાથ આસ્થા સંસ્થા દ્વારા અન્ય ૫૦ જેટલા ડોક્ટરને ટપાલથી શુભેચ્છા પત્ર પણ મોકલવામાં આવેલ. વિશ્વ વિકલાંગ દિનની ઉજવણી નિમિતે બોટાદના ન્યુઝ પેપર એજન્ટનાં સહયોગ થકી જનજાગૃતિ પત્રિકા વિતરણ કરવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.