રેલવે મુસાફરોના મોબાઇલ ચોરી અને ‘Phone pay’ થી પૈસાની ઠગાઈ કરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝબ્બે
વડોદરા,તા.28 જુન 2022,મંગળવારમુંબઈ દિલ્હી વચ્ચે દોડતી ટ્રેનમાં બેગ ઉઠાંતરી મોબાઈલ ચોરીએ પછી મુસાફરને ઘેન વાળા બિસ્કીટ ખવડાવી લૂંટ અને ચોરી કરતી અલગ અલગ ટોળકીયો સક્રિય છે ત્યારે વડોદરા રેલવે પોલીસે વોચ ગોઠવી હતી જેમાં મધ્યપ્રદેશની મોબાઈલ ચોરી કરતી ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝડપી પાડયો છે.વેસ્ટર્ન રેલવે વડોદરાના LCB શાખાએ મોબાઈલ ચોરી કરતા ઇસમને ઝડપી પાડ્યો હતો અને તેને પૂછપરછ કરતા મધ્યપ્રદેશની ટોળકીનો સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું.રેલવે પોલીસે કરેલી પૂછપરછમાં મોબાઈલ ચોર ટોળકીના મુખ્ય સુત્રધાર મધ્યપ્રદેશના દતીયા જીલ્લાના રહેવાસી રવિન્દ્ર દોહરે હોવાનું જણાવ્યું હતું.વડોદરા રેલવે પોલીસ એલસીબીએ કરેલી પૂછપરછમાં આરોપી રવિન્દ્ર દોહરેએ રેલવેમાં કુલ 11 મોબાઈલ ચોરીના ગુન્હા કબુલ્યા હતા ગત 20 તારીખે વડોદરા રેલવે પોલીસ હદમાં થયેલી મોબાઈલ ચોરીએ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.મોબાઈલ ચોર રવિદ્રએ મુસાફરને ઘેનયુક્ત પદાર્થ પીવડાવી ફોન પે એપ્લિકેશનથી અન્ય એકાઉન્ટમાં 7000 ટ્રાન્સફર કર્યા હતા. મોબાઈલ ચોરીની સાથે સાથે મુસાફરના બેન્ક એકાઉન્ટ માંથી રૂપિયા કાઢી લેતા બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી પોલીસે તપાસ હાથ ધરી પેટીએમ અને બેન્ક એકાઉન્ટના આધારે મધ્યપ્રદેશનો મોબાઈલ ચોર રવિન્દ્ર ઝડપાયો હોવાનું રેલવે પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.