વડોદરા: સાવલી રોડ ઉપર બંધાતા નવા બ્રિજના ચોરી કરેલા મટીરીયલના જથ્થા સાથે આરોપી જબ્બે
વડોદરા,તા.26 જુલાઈ 2022,મંગળવારવડોદરા જિલ્લાના સાવલી ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે ચોરીના અનડીટેક્ટ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આરોપીને પકડી પાડી રૂપિયા ૫,૪૯,૭૦૦નો મુદ્દામાલ બાપોદ પોલીસે રિકવર કર્યો છે.બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન ખાનગી બાતમીદારના બાતમીના આધારે મુખીનગર તરફ જતા સરદાર એસ્ટેટ પાસેના ત્રણ રસ્તા પાસેથી આરોપી અજય રમેશભાઈ વણઝારા (રહે. બ્લોક નં.૧૦, રૂમ નં.૦૨, વુડાના મકાન, કિશનવાડી)નાઓને ફોર વ્હિલ ગાડીની સાથે નવા બંધાતા પુલમાં ઉપયોગમાં લેવાતી ચોરી કરેલ લોખંડની શટરિંગ પ્લેટો નંગ-૨૪ કુલ્લે વજન ૧૧૧૦ કિલોની સાથે પકડી પાડી મુદ્દામાલ કબ્જે કરી અટક કરી કામગીરી કરવામાં આવેલ છે. આરોપી અજય વણઝારા પાસેથી લોખંડની પ્લેટ કિંમત રૂપિયા ૪૪,૪૦૦, મારૂતિ ફોર વ્હિલ ગાડી નંબર વગરની કિંમત રૂપિયા 4,00,000, બે પ્લેટો જેની કિંમત રૂપિયા 300, વિવો કંપનીનો મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫,૦૦૦ મળી કુલ્લે કિંમત રૂપિયા ૫,૪૯,૭૦૦નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.