UPના ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત, 18નાં મોત:બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ, હાઈવે પર લાશોનો ઢગલો - At This Time

UPના ઉન્નાવમાં ગમખ્વાર અકસ્માત, 18નાં મોત:બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ દૂધના ટેન્કર સાથે અથડાઈ, હાઈવે પર લાશોનો ઢગલો


ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે 5.15 વાગ્યે ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરોના મોત થયા હતા. 19 ઘાયલ છે. મૃતકોમાં 14 પુરૂષો, 2 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ થાય છે. બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી. આ અકસ્માત લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર બાંગરમઉ કોતવાલી પાસે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ડ્રાઇવર સાઇડનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઇ ગયો હતો. મુસાફરો બહાર પડ્યા હતા. ત્યાં તેમનું મૃત્યુ થયું. અકસ્માતનો વીડિયો સામે આવ્યો છે. રોડ પર મૃતદેહો વિખરાયેલા જોવા મળે છે. પોલીસે જણાવ્યું કે બસ દૂધના ટેન્કરને ઓવરટેક કરી રહી હતી. આ દરમિયાન તે બેકાબુ થઈ જતા ટેન્કર સાથે અથડાતા પલટી મારી ગઈ હતી. 18 મૃતકોમાંથી 16ની ઓળખ હજુ થઈ નથી. 15 ઘાયલોની બાંગરમઉ સીએચસીમાં સારવાર ચાલી રહી છે. 4 ગંભીર રીતે ઘાયલોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવ્યા છે. જુઓ અકસ્માતની તસવીરો... બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી
બસ બિહારના સિવાનથી દિલ્હી જઈ રહી હતી. જ્યારે તે ઉન્નાવના બાંગરમાઉ પહોંચી, ત્યારે પાછળથી એક સ્પીડમાં આવતા દૂધના ટેન્કરે તેને ઓવરટેક કરી. ઓવરટેક દરમિયાન બસ બેકાબૂ થઈને ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. બાંગરમાઉ ઈન્સ્પેક્ટર રાજકુમાર પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ઘાયલોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બાંગરમાઉમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ 18 લોકોને મૃત જાહેર કર્યા હતા. ડૉક્ટરોએ ગંભીર રીતે ઘાયલોને લખનૌના ટ્રોમા સેન્ટરમાં રિફર કર્યા છે. અકસ્માતમાં ઘાયલ યુવકે કહ્યું- મૃતદેહો રસ્તા પર વિખરાયેલા પડ્યા હતા
બસ દુર્ઘટનામાં ઘાયલ થયેલા શિવમે કહ્યું- દુર્ઘટના સમયે બસમાં બધા સૂતા હતા. બસની ઝડપ પુરપાટ હતી. અમે ડ્રાઈવરને અનેકવાર કહ્યું હતું કે બસ ધીમે ચલાવો, પરંતુ તે માન્યો નહીં. આ દરમિયાન અચાનક ખૂબ જોરથી અવાજ આવ્યો. હું ચોંકી ઉઠ્યો હતો. બસના કાચ તૂટેલા જોયા. લોકો બહાર રસ્તા પર પડ્યા હતા. અમે પાછળ બેઠા હતા, તેથી અમે બચી ગયા. બસ રોડ પર પલટી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર માત્ર મૃતદેહો જ દેખાતા હતા. મારા હાથમાં ઈજા થઈ, જાણે ભૂકંપ આવ્યો હોય તેવું લાગ્યું
બસમાં સવાર એક મુસાફર મોહમ્મદ ઉર્સે કહ્યું- હું બિહારના શિવહરનો રહેવાસી છું. અકસ્માત સમયે હું સૂતો હતો ત્યારે જોરદાર ધડાકાનો અવાજ આવ્યો હતો. જાણે ભૂકંપ આવ્યો હોય એવું લાગ્યું. હું બસની બીજી બાજુ બેઠો હતો. માટે મોતથી બચી ગયો હતો. મારા હાથમાં ઈજા થઈ છે. અન્ય ઘાયલ પ્રદીપે જણાવ્યું કે અમે સૂતા હતા. કંઈ સમજાતું જ નહોતું. મેં આંખ ખોલી તો બધા રસ્તા પર પડેલા હતા. પ્રત્યક્ષદર્શીએ કહ્યું- 10 લોકો રસ્તાની વચ્ચે મૃત હાલતમાં પડેલા હતા
પ્રત્યક્ષદર્શી નરેશ કુમારે જણાવ્યું - હું ખેતર તરફ જઈ રહ્યો હતો, ત્યારે મને જોરદાર અવાજ સંભળાયો. જોયું કે બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થઈ હતી. લોકો અમને બચાવો બૂમો પાડી રહ્યા હતા. અકસ્માત જોતાં જ મારું હૃદય કંપી ઊઠ્યું. 10 લોકો રસ્તાની વચ્ચે મૃત હાલતમાં પડ્યા હતા. તંત્રએ હેલ્પલાઈન નંબર જાહેર કર્યા
ઉન્નાવના ડીએમ ગૌરાંગ રાઠીએ કહ્યું- હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. ઘાયલોને બાંગરમઉ CHCમાં દાખલ કરવામાં આવ્યા છે. ગંભીર રીતે ઘાયલોને લખનૌ ટ્રોમા સેન્ટરમાં રિફર કરવામાં આવી રહ્યા છે. એસપી સિદ્ધાર્થ શંકર મીણાએ કહ્યું- બસની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતનું કારણ ઓવરસ્પીડ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ એક્સપ્રેસ વે પર જામ થઈ ગયો હતો. બંને વાહનોને ક્રેનથી હટાવવામાં આવ્યા છે. 1. 0515-2970767 2. 9651432703 3. 9454417447 4. 8887713617 5. 8081211289 અકસ્માત બાદ આસપાસના 100 જેટલા લોકો એકઠા થઈ ગયા હતા. લોકોની મદદથી પોલીસે ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા
સીએમ યોગીએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું- અકસ્માત કાળજું કંપાવી દે તેવો છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને રાહત કાર્યમાં ઝડપ લાવવા સૂચના આપી છે. ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું- અમે બિહાર સરકારના સંપર્કમાં છીએ. તપાસ બાદ ઘટનાનું કારણ જાણવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.