સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે બની ગયું છે અભ્યાસ પ્રેક્ટીકલ અભ્યાસનું કેન્દ્ર - At This Time

સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે બની ગયું છે અભ્યાસ પ્રેક્ટીકલ અભ્યાસનું કેન્દ્ર


સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે બની ગયું છે અભ્યાસ પ્રેક્ટીકલ અભ્યાસનું કેન્દ્ર

સાવરકુંડલા મનોરોગી આશ્રમ માનવ મંદિર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે બની ગયું છે અભ્યાસ પ્રેક્ટીકલ અભ્યાસનું કેન્દ્ર
સાવરકુંડલા થી પાંચ કિલોમીટર દૂર હાથસણી ઢોરા ઉપર મનોરોગી આશ્રમ માનવ મંદિર આવેલું છે જ્યાં અત્યારે 52 મનોરોગી બહેનો ભક્તિ બાપુ ની નિશ્રામાં દવા દુવા ને હવાના માધ્યમથી સારવાર લઈ રહી છે અત્યાર સુધીમાં 115 મનોરોગીઓ સાજા થઈ સમાજમાં પુનઃસ્થાપિત થયા છે વિનામૂલ્ય અને કોઈ પણ પ્રકારનો ફાળો કર્યા વગર ચાલતી આ ભક્તિ બાપુ દ્વારા સેવાને અનેક સેવકોના સહકારથી સફળતા મળી રહી છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી મનોરોગી આશ્રમ માનવ મંદિરે રાજકોટ અને અમરેલીની નર્સિંગ કોલેજના વિદ્યાર્થી ભાઈ બહેનો પ્રેક્ટીકલ અભ્યાસ માટે માનવ મંદિરે આવે છે અને બહેનો તથા ભક્તિ બાપુ પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યા છે આજે અમરેલી કે એમ જાની કોલેજના 70 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો મનોરોગી આશ્રમ માનવ મંદિરે આવીને અહીંની મનોરોગી બહેનો સાથે વાતચીત કરી ભક્તિ બાપુ પાસે માર્ગદર્શન માગ્યું અને વર્ગખંડો કરતા આ પ્રેક્ટીકલ જ્ઞાનથી નર્સિંગ કોલેજના ભાઈ બહેનોએ ઘણી બધી જાણકારી મેળવી નર્સિંગ કોલેજમાં મનોરોગીઓની કેમ સારવાર કરવી મનોરોગીઓ સાથે કેવું વર્તન કરવું મનોરોગીની ખાસિયતો કેવી છે તેમની સાથે વિશ્વાસ કેળવી અને નજીક જઈ કેમ કામ કરવું આ બધા જ પ્રશ્નોનું પ્રેક્ટીકલ સોલ્યુશન આ વિદ્યાર્થી ભાઈ બહેનોએ મેળવું હતું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.