ગરીબ, મધ્યમવર્ગના રેશનકાર્ડધારકોના તહેવાર સુધારતું પુરવઠા તંત્ર - At This Time

ગરીબ, મધ્યમવર્ગના રેશનકાર્ડધારકોના તહેવાર સુધારતું પુરવઠા તંત્ર


ઓગસ્ટ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના તહેવારો આવી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અંત્યોદય રેશનકાર્ડ ધરાવતા કુટુંબો તથા અગ્રતા ધરાવતા કુટુંબોના તહેવારો સુધારવા રાજ્ય સરકારે આવકારદાયક નિર્ણય કર્યો છે અને રેશનકાર્ડ ધારકોને વધારાની ખાંડ અને સિંગતેલ ઓછા ભાવે વિતરણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર જથ્થો પ્રતિ વ્યક્તિ મુજબ ઘઉં 2 કિ.ગ્રા., ચોખા 2 કિ.ગ્રા. તથા બાજરી 1 કિ.ગ્રા. વિનામૂલ્યે તથા અંત્યોદય કાર્ડને મળવાપાત્ર જથ્થો મળવાપાત્ર જથ્થો કાર્ડ દીઠ મહત્તમ ઘઉં 15 કિ.ગ્રા., ચોખા 15 કિ.ગ્રા. તથા બાજરી 5 કિ.ગ્રા. એમ કુલ 35 કિ.ગ્રા. વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ઉપરાંત રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ બીપીએલ તથા અંત્યોદય કેટેગરીના રેશનકાર્ડ ધરાવતા લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખા ઉપરાંત ખાંડ, ચણા, તુવેરદાળ, મીઠું તથા તહેવાર નિમિત્તેની વધારાની ખાંડ અને રાહતદરે એક (1) લિ. સિંગતેલ પાઉચના જથ્થાનું વિતરણ કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.