ગાંધીગ્રામ શેરીમાં રૂપિયાની લેતીદેતી મામલે સિક્યુરીટી ગાર્ડ પર લાકડીથી હુમલો
ગાંધીગ્રામ શેરીમાં રૂપિયાની લેતીદેતી મામલે સિક્યુરીટી ગાર્ડ પર ઘંટેશ્વરના કરણ અને તેની સાથેના શખ્સોએ લાકડીથી હુમલો કરતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવારમાં ખસેડયા હતા. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે એસ.કે.ચોક પાસે ગાંધીગ્રામ શેરી નં.5 માં રહેતાં પંકજભાઇ ધરમવીર ગુપ્તા (ઉ.વ.49) એ આરોપી તરીકે ઘંટેશ્વર 25 વારીયામાં રહેતાં કરણનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ નાના મવા સર્કલ પાસે આવેલ આન હોંડામાં સીકયુરીટીમેન તરીકે નોકરી કરે છે. ગઈકાલે રાત્રીના સવા બારેક વાગ્યાની આસપાસ તેમના દિકરા વિશાલ સાથે તેની ટેક્ષી ચલાવતો કરણ ઘરે અવેલ અને ઘર બહાર વિશાલ સાથે ઝઘડો કરી ગાળા ગાળી કરી જતો રહેલ હતો.
થોડીવાર બાદ કરણ તેની સાથે બીજા બે ત્રણ શખ્સોને લઇને આવેલ અને ઘરની ડેલી ખખડાવી કરણ તેના પુત્ર વિશાલ સાથે વધુ માથાકુટ ના કરે તે માટે કરણને સમજાવવા ગયેલ ત્યારે કરણે કહેલ કે, તેને વિશાલ પાસેથી રૂ.3700 લેવાના છે પરંતુ વિશાલ રૂપીયા આપતો નથી, જેથી તેમને કહેલ કે, તુ કાલે દિવસે મળજે હુ તારા રૂપીયાની વ્યવસ્થા કરાવી દઇશ તે વાતચીત દરમિયાન વિશાલ નીચે આવતા તેને કરણ પાસેથી રૂ.23 હજાર સામા લેવાના છે
તેમ વાત કરતા કરણ ઉશ્કેરાય ગયેલ અને માથાફુટ કરવા લાગતા બંનેને અલગ કરી વિશાલને ઘરમાં અંદર ધક્કો મારી દરવાજો બંધ કરી દિધેલ અને તેઓને કરણ તથા તેની સાથેના ત્રણેક શખ્સોએ ધોકાથી શરીરે બેફામ મારમાર્યો હતો. દરમિયાન બાજુમાં ગરબી ચાલુ હોય ત્યાથી લોકો જોઇ જતા ચારેય શખ્સો નાસી છૂટ્યા હતાં. બાદમાં 100 નંબરમાં ફોન કરતાં પોલીસની ગાડી આવી જતા પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીએસઆઈ જે.જી.જાડેજાએ વધું તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.