સરસ્વતી સ્કૂલ ખાતે વોર્ડ નંબર-૯ ના રહીશોની સ્વચ્છતા સંદર્ભ રજૂઆતો સાંભળતા કલેક્ટરશ્રી
સરસ્વતી સ્કૂલ ખાતે વોર્ડ નંબર-૯ ના રહીશોની સ્વચ્છતા સંદર્ભ રજૂઆતો સાંભળતા કલેક્ટરશ્રી
------
વેરાવળ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવું છે -કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા
-------
વેરાવળ શહેરમાં કચરાના પોઇન્ટ દૂર કરીને ટ્રેક્ટરમાં જ કચરો લઈ જવા માટે અધિકારીઓને દિશાનિર્દેશ આપતાં કલેક્ટરશ્રી
સ્વચ્છતા આપણા જીવનનો સ્વભાવ બનવો જોઈએ. આપણી સાથે આપણી આસપાસમાં પણ સ્વચ્છતા જળવાય તો એક સુંદર વાતાવરણનું નિર્માણ થાય છે. આ વિચારને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ શહેરને સ્વચ્છ બનાવવા માટે બીડું ઝડપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા નગરપાલિકાના અધિકારીઓ સાથે સ્વચ્છતા અને સુઘડતા સંદર્ભ કલેકટરશ્રીએ રિવ્યૂ બેઠક યોજી હતી.
ત્યારબાદ આજે વોર્ડ નંબર-૯ ખાતે આવેલ સરસ્વતી શાળામાં સ્થાનિક રહીશો પાસેથી સ્વચ્છતા સંદર્ભની રજૂઆતો સાંભળી હતી. તેમજ, તેના નિરાકરણ માટે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા.
કલેકટરશ્રીએ વેરાવળ શહેર વિસ્તારમાં કચરાના એક પણ પોઇન્ટ ન રહે અને ડોર ટુ ડોર કચરો ફક્ત ટ્રેક્ટરમાં જ લઈ જવા માટેની કડક સૂચના નગરપાલિકાના અધિકારીઓને આપી હતી.
કલેક્ટરશ્રીએ શહેરના વિવિધ વિસ્તારોમાં કચરો ક્યારે ઉપાડવામાં આવશે. તેના સમય સાથેના માર્ગદર્શિત કરતા બોર્ડ લગાવવા માટે પણ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, બોર્ડમાં જે-તે વોર્ડના જવાબદાર અધિકારીઓના નામ લખવા પણ જરૂરી સૂચનાઓ હતી.
કલેક્ટરશ્રીએ સ્થાનિક રહીશોની ગટર, આસપાસના વિસ્તારમાં સફાઈ, જાહેર શૌચાલય, પાણી ભરાવાની સમસ્યા સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆતો સાંભળીને તેના હકારાત્મક ઉકેલની ખાતરી આપી હતી.
રાજ્ય સરકાર જ્યારે કટિબદ્ધતાથી સ્વચ્છતા બાબતે કાર્ય કરી રહી છે, ત્યારે વેરાવળ નગરને સ્વચ્છ અને સુંદર બનાવવું તે આપણી વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે તેમ પણ કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
આ વોર્ડસભામાં વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રી પલ્લવીબહેન જાની અને નગરપાલિકાના હોદ્દેદારો, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ શ્રી જિજ્ઞેશ પરમાર સહિત પીજીવીસીએલ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ વિભાગના અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.